બાળકોને ડૂબતા જોઈ પિતાએ પણ લગાવી ગાંડાતૂર દરિયામાં છલાંગ, માતાની નજર સામે ત્રણેય વહી ગયા

દરિયા કિનારે(Seaside) ફરવા જતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ દરિયા પાસે લગાવવામાં આવેલ સેફટી બેરેકને ક્રોસ કરીને દરિયાના પાણીની મજા માણી રહેલા એક પરિવાર સહિતના અન્ય લોકો માટે આ મજા માણવાનો અંજામ ખૂબ જ હ્રદય દ્રાવક નિવડ્યો છે. દરિયા કિનારે દરિયાના મોજા સાથે મજા માણી રહેલા લોકોમાંથી એક પરિવારના 3 સદસ્યોના દરિયામાં ડૂબી જવાની કરૂણ મોત નીપજ્યા છે.

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં રહેતા એક જ પરિવારના ત્રણ લોકો ઓમાનમાં દરિયામાં ડૂબી ગયા. સેલ્ફી લેવાનો અને દરિયામાં ડૂબી જવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ડૂબતા બાળકોને બચાવવા પિતાએ દરિયામાં કૂદી પડ્યા, પરંતુ તેઓ પણ દરિયાના મોજામાં ડૂબી ગયા. આ તમામ લોકોને શોધવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

વાસ્તવમાં શશિકાંત દુબઈમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરતો હતો. જે તેની પત્ની સારિકા, પુત્રી શ્રુતિ અને પુત્ર શ્રેયસ સાથે દુબઈમાં રહેતો હતો. આ દરમિયાન શશિકાંત તેના કેટલાક મિત્રો અને પરિવાર સાથે ઈદની રજા મનાવવા ઓમાન ગયો હતો. શશિકાંત ઓમાનના સલાલ્હા બીચ પર તેના પરિવાર અને મિત્રો સાથે ઉછળતા મોજાનો આનંદ માણી રહ્યો હતો.

આ દરમિયાન એક જોરદાર મોજું આવ્યું અને સમુદ્રમાં શશિકાંતના બંને બાળકો સહિત અનેક લોકોને પોતાની સાથે ખેચી ગયું હતું. પોતાના બંને બાળકોને ડૂબતા જોઈ શશિકાંત મહામાણે તેમની નવ વર્ષની પુત્રી શ્રુતિ અને છ વર્ષનો પુત્ર શ્રેયસને બચાવવા ગયો હતો, પરંતુ ત્રણેય દરિયાના મોજામાં તણાઈ ગયા હતા. શશિકાંતે ઓમાનની ટ્રીપ પર જતા સમયે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જો કે આ લોકોને શોધવા માટે બચાવ કાર્ય શરૂ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *