બે બાળકોથી વધુ હોય એને નોકરી નહિ આપવાના બિલને રજૂ કરશે ચાર ચાર સંતાન ધરાવતા સાંસદ

વસ્તી નિયંત્રણ અને યુનિફોર્મ સિવિલ કોડ અંગેનું પ્રસ્તાવિત બિલ દેશમાં રાજકીય પ્રવચનોનો જૂનો મુદ્દો  રહ્યો છે અને તે ભાજપના એજન્ડાનો પણ એક ભાગ રહ્યો છે. લોકસભામાં ઉત્તર પ્રદેશના ગોરખપુરના પ્રતિનિધિ રવી કિશન અને રાજસ્થાનના રાજ્યસભાના સભ્ય કિરોડીલાલ મીણા 19 જુલાઇથી શરૂ થનારા સંસદ સત્રના પહેલા અઠવાડિયામાં વસ્તી નિયંત્રણ અને યુનિફોર્મ સિવિલ કોડ અંગેના સરકારી બિલ રજૂ કરશે.

નોંધનીય છે કે રવિ કિશન, જે વસ્તી નિયંત્રણ અને યુનિફોર્મ સિવિલ કોડ અંગેના બિન સરકારી બિલ રજૂ કરશે અને તેના પોતાના ચાર બાળકો છે. જેમણે ખુદ જ વસ્તી નિયંત્રણની નીતિ સ્વીકારતા નથી.

રવિ કિશનને લઇને સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. રવિ કિશનના 4 સંતાન હોવા છતાં પણ ડિજિટલ પહેલના સહ-સ્થાપક ડો.ગૌરવ ગર્ગ વસ્તી નિયંત્રણ અંગેનું બિલ રજૂ કરવા પર ટ્વિટર દ્વારા પ્રતિક્રિયા આપી છે કે ગોરખપુરના સાંસદ રવિ કિશનએ 23 જુલાઈએ સંસદમાં વસ્તી નિયંત્રણ અંગેનું ખાનગી સભ્ય બિલ રજૂ કરશે. મજેદાર વાત એ છે કે તેઓની પાસે 4 બાળકો છે.

આ ઉપરાંત, તમને જણાવી દઈએ કે વિશ્વ વસ્તી દિવસ પર મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ વસ્તી નીતિ 2021-2030 જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે વધતી વસ્તી વિકાસમાં મોટી અવરોધ છે. તે જ સમયે વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું છે કે, બે બાળકોની નીતિ વસ્તી નિયંત્રણ તરફ દોરી જાય છે. પરંતુ બે કરતા ઓછા બાળકોની નીતિ, આવનારા સમયમાં ઘણી નકારાત્મક અસરો પેદા કરી શકે છે.

વિશ્વ હિન્દુ પરિષદે પોતાના પત્રમાં પ્રશ્નો ઉભા કર્યા છે કે જો વન ચાઈલ્ડ પોલીસી લાવવામાં આવે તો તે સમાજમાં વસ્તીનું અસંતુલન પેદા કરશે. આવી સ્થિતિમાં સરકારે ફરીથી તેના વિશે વિચારવું જોઇએ, નહીં તો તેની અસર નકારાત્મક વિકાસ પર થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *