આપણે ઘણાં કેસ જોયા છે જ્યાં પોલીસ પોતાની કાર્યવાહીમાં પીછેહઠ કરતી હોય છે. અથવા તો એમ કહીએ તો પણ ચાલે કે પોલીસની કાર્યવાહીમાં બેદરકારી જોવા મળતી હોય છે. પોતાની ફરજ બજાવવામાં અસંવેદનશીલતા દાખવે છે. ત્યારે આવો જ એક કિસ્સો કન્નૌજ(Kannauj) જિલ્લામાં થયો હતો.
કન્નૌજ જિલ્લાના સૌરીખ પોલીસ સ્ટેશન વિસ્તારના બિલાંદપુર (Bilandpur) ગામમાં એક પીડિતાને તેના પતિ અને સાસરિયાઓએ ઢોરમાર માર્યો હતો. આ પીડિતાનું નામ રશ્મિ હતું. રશ્મિએ પોતાના બચાવમાં વિરોધ કર્યો હતો ત્યારે તેના સાસરીયાઓએ ખુબ મારી હતી. ત્યારબાદ તેણે તેના પરિવારને આ બાબતે જાણ કરતાની સાથે તેના પિતા અને ભાઈ તેના સાસરે આવ્યા અને રશ્મિને આવી ઘાયલ અવસ્થામાં ત્યાંથી લઇ જવામાં આવી.
રશ્મિની પહેલા સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી. પરંતુ પોલીસ સ્ટેશનની નજીક પહોચતા જ તેની તબિયત અચાનક કથળી. તેથી તેના પિતાએ પોતાના ખભા પર ઉચકીને આવ્યા હતા. વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં રશ્મિના પિતા તેને લઈને આમતેમ ભટકી રહ્યા છે તે દેખાઈ રહ્યું છે, પરંતુ પોલીસ આ બાબતે કોઈ ધ્યાન આપતી નથી.
રશમીના પિતા પોલીસ અધિકારીઓ પાસે ન્યાય માટે વિનંતી કરી રહ્યા હતા પરંતુ પોલીસે કોઈ ધાબ ન આપ્યું. ત્યારબાદ જ્યારે બીજો એક વિડીયો વાયરલ થયો જેમાં પોલીસકર્મીની બેદરકારી અને પીડિત ફ્લોર પર પડેલી છે અને તે દર્દથી પીડાઈ રહી છે.ત્યારે પોલીસ એકશનમાં આવી અને કેસ નોધવામાં આવ્યો.આ વિડીયો વાયરલ થયો તે પહેલા એક પણ પોલીસકર્મીએ તેની વાત ન સાંભળી અને અંતે તેના પિતાએ તેણે પોલીસ સ્ટેશનમાં સૂવડાવી દીધી અને એક કલાક સુધી દરવાજા પર જ રહી. ત્યારબાદ પીડિતની ફરિયાદના આધારે કેસ નોંધાયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.