ગાંધીનગર(ગુજરાત): આજના યુગમાં યુવાનો સોશિયલ મીડીયાનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર શહેરમાં માતા પિતા માટે આંખ ઉઘાડનારી ઘટના જોવા મળી છે. ઘરે એકલી રહેતી દિકરી ઇન્સ્ટાગ્રામમાં મિત્ર બનાવી યુવક સાથે વાત કરતી હતી. 13 વર્ષિય કિશોરીને આ ચેટીંગ માતા પિતાને બતાવી દેવાની ધમકી આપીને યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. જેને કારણે આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના અલગ અલગ સેક્ટરમા રહેતો 20 વર્ષના યુવક અને 13 વર્ષની કિશોરી ઇન્સ્ટાગ્રામ દ્રારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. કિશોરીને જરાક પણ ખબર ન હતી કે, તેની સાથે ચેટ કરતો યુવક તેનું ચીરહરણ કરી નાખશે. માતા પિતા નોકરી કરતા હોવાના કારણે કિશોરી ઘરે એકલી જ રહેતી હતી. આ તમામ બાબતોની યુવકને જાણ હતી. મીઠી વાતોમાં કરી કિશોરીને ભોળવીને યુવકે તેનો લાભ ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેણે કિશોરીને બ્લેક મેઇલ કરવાનું શરૂ કર્યુ હતુ. યુવકે મહિના કરતા વધારે સમયથી કિશોરી સાથે કરેલ ચેટીંગ સાચવી રાખી હતી.
મળતી માહિતી અનુસાર, એક દિવસ તેણે કિશોરીને ધમકી આપતાં જણાવ્યું હતું કે, જો તું મારી સાથે શારીરિક સબંધ નહિ બાંધે તો હું તારા પિતાને આપડી ચેટીંગ બતાવી દઇશ. શરૂઆતમાં યુવકની ધમકી સામે લડી રહી હતી. પરંતુ વારંવાર આ પ્રકારની માંગણી યુવકે કરતાં છેવટે કિશોરીએ કંટાળીને તેના પરિવારજનોને સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારબાદ પોલીસ મથકમાં હવસના ભૂખ્યા યુવક વિરુધ સેક્ટર 7 ફરિયાદ નોંધવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.