હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના અલગ-અલગ શહેરોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે. આ માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય'(Operation Ajay) શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટથી 212 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. ઈઝરાયેલના સમય અનુસાર, ભારતીય નાગરિકોથી ભરેલી આ ફ્લાઈટ બેન ગુરિયન એરપોર્ટ પરથી રાત્રે 9 વાગે ઉડાન ભરી હતી. આ ફ્લાઈટમાં 212 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન શુક્રવારે સવારે લગભગ 6 વાગ્યે (ભારતીય સમય મુજબ) દિલ્હી પહોંચ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દિલ્હી એરપોર્ટ પર ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું છે.
#WATCH | Delhi: An Indian national who returned from Israel says, “I thank the Indian Embassy in Tel Aviv. They supported us. We registered on the portal and the process was very easy. The operation is excellent. We are very happy to come back to India…” pic.twitter.com/NtRkquOzmH
— ANI (@ANI) October 13, 2023
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ ઈઝરાયેલમાં ફસાયેલા લોકોની મદદ માટે ભારત સરકારે ઓપરેશન અજય(Operation Ajay) શરૂ કર્યું છે. વાસ્તવમાં, 7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયા પછી, એર ઇન્ડિયાએ તાત્કાલિક અસરથી ઇઝરાયેલથી તેની તમામ ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી, જેના કારણે ઘણા ભારતીય નાગરિકો ઇઝરાયેલમાં અટવાઇ ગયા હતા, જેમને ભારત પરત ફરવું પડ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે ઓપરેશન અજય હેઠળ ભારત સરકાર ઈઝરાયેલથી જે લોકોને લાવી રહી છે તેમની પાસેથી કોઈપણ પ્રકારનું ભાડું લેવામાં આવી રહ્યું નથી. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં લગભગ 18 હજાર ભારતીય મૂળના લોકો રહે છે.
#WATCH | Delhi: An Indian national who returned from Israel says, “This is the first time that we are facing this situation over there. We are very thankful to the Indian government, especially Prime Minister Narendra Modi for bringing us back. We are hoping for peace as soon as… https://t.co/XPUDlnv3Lf pic.twitter.com/Fu10lZ7DHc
— ANI (@ANI) October 13, 2023
તેલ અવીવના એરપોર્ટ પર ભીડ
ઓપરેશન અજય હેઠળ ભારત આવતી ફ્લાઈટમાં ચઢવા માટે ઈઝરાયેલના તેલ અવીવ એરપોર્ટ પર લોકોની ભીડ જોવા મળે છે. પરત ફરનારાઓમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ છે. ઇઝરાયેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી શુભમ કુમારે જણાવ્યું હતું કે, યુદ્ધ શરૂ થયું ત્યારથી મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ નર્વસ હતા. પરંતુ પછી અચાનક અમે કેટલીક લિંક્સ જોઈ, જેમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ હતી. આનાથી અમારું મનોબળ વધ્યું અને અમને પાછા ફરવાની મંજૂરી મળી.
#WATCH | First flight carrying 212 Indian nationals from Israel, lands at Delhi airport; received by Union Minister Rajeev Chandrasekhar pic.twitter.com/uB71qIBmJy
— ANI (@ANI) October 13, 2023
વિદેશ મંત્રીએ ઓપરેશન(Operation Ajay) વિશે આપી માહિતી
તમને જણાવી દઈએ કે, અગાઉ ભારતીય દૂતાવાસે વિશેષ ફ્લાઇટ માટે નોંધાયેલા ભારતીય નાગરિકોની પ્રથમ બેચ વિશે ઈમેલ કર્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આગામી ફ્લાઇટ વિશે નોંધાયેલા લોકોને ફરીથી સંદેશ મોકલવામાં આવશે. આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ઓપરેશન અજય વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર ઓપરેશન અજય શરૂ કરી રહી છે. આના દ્વારા જે ભારતીય નાગરિકો પરત ફરવા માંગે છે તેમને ઈઝરાયેલથી પરત લાવવામાં આવશે. ભારતીય નાગરિકોને લઈ જતી આ ફ્લાઈટ બેન ગુરિયન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આવી છે. તમને જણાવી દઈએ કે આ ઈઝરાયેલનું મુખ્ય એરપોર્ટ છે.
Visuals of Indian citizens, who returned from Israel in a special Air India flight earlier today, at Delhi airport.#IsraelPalestineConflict pic.twitter.com/qXqH0bPUwE
— Press Trust of India (@PTI_News) October 13, 2023
ભારતીય દૂતાવાસે સાવચેત રહેવા કરી અપીલ
ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને આશ્વાસન આપતા ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમણે ભારતીય નાગરિકોને શાંત અને સતર્ક રહેવા જણાવ્યું છે. દૂતાવાસે તેના સંદેશમાં કહ્યું, ‘તમને ખાતરી આપવામાં આવે છે કે એમ્બેસી તમારી સુરક્ષા અને કલ્યાણ માટે સતત કામ કરી રહી છે. આપણે બધા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, પરંતુ કૃપા કરીને શાંત અને સતર્ક રહો અને સ્થાનિક સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરો.
Visuals from inside the special Air India flight, with 212 Indian citizens from Israel on board, as it landed at Delhi airport earlier today.#IsraelPalestineConflict pic.twitter.com/Oz7LPOuJG4
— Press Trust of India (@PTI_News) October 13, 2023
નેપાળે પણ તેના 253 નાગરિકોને બહાર કાઢ્યા
આ પહેલા નેપાળનું એક વિમાન પણ ત્યાંથી 253 વિદ્યાર્થીઓને લઈને તેના દેશ પરત ફર્યું હતું. નેપાળના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેપાળની ફ્લાઈટ ગુરુવારે સવારે 1.30 વાગ્યે કાઠમંડુ પહોંચી હતી. તમને જણાવી દઈએ કે, જ્યારે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં કિબુત્ઝ પર હુમલો કર્યો ત્યારે આ હુમલામાં 10 નેપાળી નાગરિકોના મોત થયા હતા. જ્યાં હુમલો થયો ત્યાં 17 નેપાળી નાગરિકો હાજર હતા. તેમાંથી 10 માર્યા ગયા હતા, એક ગુમ થયો હતો, જ્યારે 6 નાગરિકો નાસી છૂટવામાં સફળ થયા હતા. જેમાંથી 4 ઈઝરાયેલની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube