લોકસભા ચૂંટણી માટે આ મહિનામાં બહાર પડશે BJP ની પહેલી યાદી! આ દિગ્ગજ નેતાઓના કપાઈ જશે પત્તાં, જાણો

Lok Sabha Election 2024: દેશમાં લોકસભા ચૂંટણી 2024( Lok Sabha Election 2024 )ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ પણ સતત ત્રીજી વખત હેટ્રિક ફટકારવાની આશા સાથે કમર કસી રહ્યું છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે પોતાના ઉમેદવારોની યાદી ફાઈનલ કરી દીધી છે. જે આ મહિનાના અંત સુધીમાં પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યારબાદ 31મી જાન્યુઆરી સુધીમાં કોઈપણ સમયે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ શકે છે, જેમાં યાદી જાહેર કરવામાં આવી શકે છે. પ્રથમ યાદીમાં જેપી નડ્ડા અને પીએમ મોદી સહિત 164 ઉમેદવારોના નામ હોઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર 70 વર્ષથી ઉપરની વયના નેતાઓને હટાવી શકે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદીને મંજૂરી આપવા માટે આ મહિનાના અંત સુધીમાં બેઠક કરી શકે છે. એક સૂત્રએ કહ્યું કે પ્રધાનમંત્રી પહેલા જ સંકેત આપી ચૂક્યા છે કે પાર્ટીનું ધ્યાન યુવા નેતાઓ અને મહિલાઓ પર રહેશે. તે માટે પાર્ટી એવા સાંસદોને હટાવી શકે છે જેમની ઉંમર 70 વર્ષથી વધુ હોય.

આ નેતાઓની કપાઈ શકે છે ટિકિટ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે ભાજપ 70 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ આપવાનો ઇનકાર કરી શકે છે. પીએમ મોદી પહેલાથી જ સંકેત આપી ચૂક્યા છે કે આ વખતે પાર્ટીનું ફોકસ યુવાનો અને મહિલાઓ પર રહેશે. હાલમાં, ભાજપના કુલ 56 લોકસભા સાંસદો 70 અથવા 70 વર્ષથી વધુ ઉંમરના છે, જેમાં રાજનાથ સિંહ, વીકે સિંહ જેવા કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. રાવ ઈન્દ્રજીત સિંહ, શ્રીપદ નાઈક, અર્જુન રામ મેઘવાલ, ગિરિરાજ સિંહ અને વરિષ્ઠ નેતા રાજેન્દ્ર અગ્રવાલ, રવિશંકર પ્રસાદ, એસએસ અહલુવાલિયાની ટિકિટ પણ કપાઈ શકે છે. ત્રણથી વધુ વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓની ટિકિટ પણ કપાઈ શકે છે, પરંતુ કેટલાક સાંસદોને નિયમોમાં છૂટછાટ આપવામાં આવી શકે છે.

આ રાજ્યોમાં ભાજપ નબળી
ભારતીય જનતા પાર્ટી પંજાબની 13માંથી 3, મહારાષ્ટ્રની 48માંથી 25, બિહારની 40માંથી 17, તમિલનાડુની 5 અને ઉત્તર પ્રદેશમાં 14 બેઠકો પર પોતાને નબળી માને છે. તેથી આ વખતે ભાજપ આ બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. પંજાબ, મહારાષ્ટ્ર અને બિહારમાં કેટલી સીટો આમતેમ થઈ શકે છે.પાર્ટીએ 2019માં પોતાની 3030 સીટો કરતા વધુ મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આવામાં ભાજપ વધુમાં વધુ બેઠકો પરથી ચૂંટણી લડવા માંગે છે. ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 437 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.