તમે સાંપ દેડકાનો શિકાર કરે તેવું ઘણી વખત જોયું હશે પરંતુ સોશિયલ મીડિયા પર એક દેડકાની સાપ ખાતી તસ્વીરો અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે, એક લીલા કલરનો દેડકો દુનિયાના સૌથી ઝેરીલા સાપને ખાતો જોવા મળી રહ્યો છે. આ સાપ ઓસ્ટ્રેલિયાના સૌથી ઝેરીલા સાપમાંથી એક માનવામાં આવે છે. મંગળવારે એક મહિલાએ ક્લેવીન્લેડમાં રહેનાર જેમી ચાપેલને ફોન કરી પોતાના ઘરના બેકયાર્ડમાં કોસ્ટલ તાઈપન સાપના હોવાની જાણકારી આપી અને તેને પકડવા માટે કહ્યું હતું. જેમી ચાપેલ સ્નેક ટેક અનેની માલિક છે અને સાપોના હોવાની જાણકારી આપી અને તેને પકડવા માટે કહ્યું. જેમી ચાપેલ સ્નેક ટેક અલેના માલિક છે અને સાપોને પકડવાનું કામ કરે છે.
જેમી ચાપેલે જણાવ્યું તે જ્યારે તે મહિલાના ઘરે આવી રહ્યો હતો અને રસ્તામાં હતો ત્યારે મહિલાએ તેને ફોન કર્યો અને કહ્યું કે, એક દેડકાએ સાપને ખાઈ લીધો. જેમીએ કહ્યું, ‘જ્યાં સુધી હું ત્યાં પહોંચી ત્યાં સુધી દેડકાએ સાપને ખાઈ લીધો હતો.’ દેડકાની સાપને ખાતી બે તસ્વીરો જેમીએ ફેસબુક પર શેર કરી છે જ્યાર બાદ આ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને તેના પર ઘણા બધા લોકોએ કમેન્ટ્સ કર્યા છે. ત્યાં જ ઘણા લોકોએ આ પોસ્ટને શેર કરી છે.
મળતી માહિતી પ્રમાણે, જેમીએ જણાવ્યું કે તે સાંપને બચાવવા માંગતા હતા પરંતુ તે જ્યાં સુધી મહિલાના ઘરે પહોંચ્યા ત્યાં સુધી ખૂબ મોડુ થઈ ચુક્યુ હતું. દેડકાએ સાપને ખાઈ લીધો અને તે તેને બુલકુલ છોડવા તૈયાર ન હતો. જોકે તે ભલે સાપને ન બચાવી શક્યો પરંતુ તેનું કામ પુરુ ન હતું થયુ કારણ કે તે ડરેલો હતો કે સાપને ખાવાના કારણે દેડકાને કંઈ થઈ ન જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.