Lockdownની અસર હવે જીવન સાથે સાથે મોત પર પણ પડી રહ્યો દેખાઈ રહ્યો છે.એક મહિલાના મૃત્યુ બાદ અંતિમ દર્શન થી લઈને અંતિમ સંસ્કાર સુધી તમામ વસ્તુઓ વીડિયો કોન્ફરન્સિંગ ના માધ્યમથી પૂર્ણ થયું. દેશપરદેશ માં રહેલા સંબંધીઓએ ફોન પર જ રડી ને અંતિમ સંસ્કાર દરમ્યાન મૃતકને અંતિમ વિદાય આપી.
હરિયાણાના યમુના નગર ની પ્રેમનગર કોલોનીમાં રહેતા એક પરિવારે કંઈક એવું કરી દીધું જેનાબાદ દેશ માટે તે અનોખી મિસાલ બની રહ્યું છે.આ પરિવારમાં બુધવારના રોજ દાદીમાનો અચાનક દેહાંત થઈ ગયો જેના અંતિમ દર્શન દેશ વિદેશમાં રહેલા તેના સંબંધીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યા. જેમના ખોળામાં રમીને મોટા થયા તે બાળકો આજે દેશ-વિદેશમાં બેઠેલા છે . તેઓ મોબાઇલ ફોનની સ્ક્રીન પર પોતાની દાદીમાને જોઈ ફૂટીને રોવા મંડ્યા.
તેમના પરિવારની અંદરોઅંદરની સમજણથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે lockdown દરમ્યાન કોઇ સામાજિક દોરી નું પાલન કરી રહ્યું છે તો તેને જાળવવા માટે અલ્હાબાદ, મુંબઈમાં અને વિદેશોમાં રહેલા તેમના સંબંધીઓ યમુનાનગર આવવાની કોશિશ નહીં કરશે.
તેમણે નક્કી કર્યું હતું કે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દાદીમાના અંતિમ સંસ્કાર ના દર્શન થી લઈને દાહ સંસ્કારનું સીધુ પ્રસારણ જોશે અને ઓનલાઇન જ પોતાની અંતિમ વિદાય અને શ્રદ્ધા સુમન અર્પણ કરશે.
મૃતકના પૌત્ર વિનોદ કુમારે જણાવ્યું કે તેમની દાદી ને બુધવારના રોજ અચાનક મૃત્યુ થઈ ગયું હતું. વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી તમામ રિશ્તેદાર oe દાદીમાના અંતિમ દર્શન કર્યા, જે ઉત્તર પ્રદેશના અલ્હાબાદના મુંબઈ ઓસ્ટ્રેલિયા અને કેલિફોર્નિયામાં રહે છે. અંતિમ સંસ્કાર નું લાઈવ-ટેલીકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news