પ્રેમ માટે બદલાયો મજહબ, વધુ એક યુવતીએ પ્રેમને પામવા અપનાવ્યો સનાતન ધર્મ

પ્રેમીને પામવા વધુ એક યુવતીએ ધર્મ પરિવર્તન કરી નાખ્યું છે. નાઝનીન બાનોએ પ્રેમ માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો છે. યુવતી અન્ય ધર્મના યુવક સાથે પ્રેમમાં પડી હતી. તેણે સનાતની બનીને યુવક સાથે લગ્ન પણ કર્યા હતા. તમને જણાવી દઈએ કે, છેલ્લા 6 મહિનામાં આ પાંચમો કિસ્સો છે, જ્યારે કોઈ મુસ્લિમે સનાતન ધર્મ અપનાવ્યો હોય.

મધ્યપ્રદેશના ગુના જિલ્લાના કુંભરાજમાં રહેતી નાઝનીન બાનોને ટિકટોક પર દીપક નામનો યુવક પસંદ આવ્યો હતો. તેણી તેને ફોલો કરવા લાગી. બંનેએ આ એપ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું. મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. ત્યારબાદ બંને 6 મહિના પહેલા ઘરેથી જાણ કર્યા વગર ભાગી ગયા હતા. બંને લગ્ન કર્યા પછી પોતાનું જીવન પસાર કરવા માંગતા હતા, પરંતુ અલગ-અલગ ધર્મના કારણે લગ્ન કરી શક્યા ન હતા.

થોડા દિવસો પહેલા છોકરાએ તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. તેણે પરિવારને કહ્યું કે નાઝનીન સનાતન ધર્મ અપનાવવા માંગે છે. યુવકના પિતાએ મંદસૌરના ચેતન્ય સિંહ રાજપૂતનો સંપર્ક કર્યો. આ પછી ગુરુવારે રાત્રે ગાયત્રી મંદિરમાં સનાતન ધર્મ અપનાવીને નાઝનીન નેન્સી ગોસ્વામી બની હતી. બંનેએ 7 ફેરા લીધા અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. નેન્સી 19 વર્ષની છે. 9મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. દીપક 22 વર્ષનો છે. તે કોમર્સમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે.

છ મહિનામાં 5 મુસ્લિમોએ સનાતન ધર્મ અપનાવ્યો
મંદસૌરમાં જ છેલ્લા 6 મહિનામાં 5 લોકોએ સનાતન ધર્મ અપનાવ્યો છે. 27 મેના રોજ પત્રકાર શેખ ઝફર કુરેશી ચેતન્ય સિંહ રાજપૂત બન્યા. આ પછી 9 સપ્ટેમ્બરે જોધપુરની ઇકરા સનાતન ધર્મ અપનાવીને ઇશિકા બની હતી. 30 સપ્ટેમ્બરના રોજ નિસાર મોહમ્મદે હિન્દુ ધર્મ અપનાવ્યો અને સોનુ સિંહ બન્યો. હવે નાઝનીન બાનો નેન્સી બની ગઈ છે. નેન્સી અને દીપકના લગ્ન ગાયત્રી મંદિર ખાતે ચેતન્ય સિંહ, આશ્રમના સંત યુવાચાર્ય મનમણિ મહેશજી મહારાજ અને સામાજિક કાર્યકરોની હાજરીમાં થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *