ભણવામાં સારા માર્ક્સ ન આવવાથી ઘણા વિદ્યાર્થીઓ આપઘાત કરે છે પરંતુ મહેસાણામાં દિલ દુખાવનારી ઘટના બની. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ ગામની નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષિય સંધ્યા નામની વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર તેના જ હોસ્ટેલના રૂમમાં પંખા ઉપર દુપટ્ટો ભરાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે સંચાલકોએ છાત્રાલયની ફી ભરવા મજબૂર કરતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સંચાલકોએ માનસિક ત્રાસ આપવાની વાતને નકારી કાઢી હતી.
મહેસાણાના વિસનગર તાલુકામાં આવેલા ભાંડુ ગામ પાસે આવેલી કોલેજમાં મૂળ તાપીના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામની કોંકણી સંધ્યાબેન ભરતભાઇ અભ્યાસ કરતી હતી. ભાન્ડુની એલસીઆઇટી કોલેજમાં બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી. આ દીકરીએ કોલેજમાં ભણતી હતી અને હોસ્ટેલના રૂમ નં.102માં રહેતી હતી. બુધવારે સવારે સંધ્યા કોલેજ ગઇ હતી અને રિશેષમાં પરત રૂમમાં આવી હતી. બપોરે સવા બેથી સાડા ત્રણ વાગ્યા વચ્ચે અગમ્ય કારણોસર રૂમના પંખા ઉપર દુપટ્ટો ભરાવીને સંધ્યાએ આપઘાત કરી લીધો છે.
રિશેષ બાદ કોલેજમાં નહીં આવતાં તેની બહેનપણીઓ સંધ્યાને શોધવા જતાં રૂમનો દરવાજો બંધ હતો. બારીમાં નજર કરતાં તે લટકેલી હોઇ બુમાબુમ કરી મુકી હતી. જેના પગલે કોલેજના સંચાલક રાકેશ પટેલ તેમજ વિસનગર તાલુકા પીએસઆઇ ડી.આર. રાઠોડ સહિત દોડી આવીને લાશને નીચે ઉતારી જરૂરી તપાસ કરી હતી. વિસનગર સિવિલ પીએમ માટે લાશને મોકલી આપી હતી. લાશ લીધા બાદ પિતાએ ગંભીર આરોપ લગાવાયો હતો કે છાત્રલયની ફી ન ભરી શકતા સંધ્યાને દાબણ કરવામાં આવતું હતું. જેને લઇને યોગ્ય કાર્યવાહીની માગ લેખિતમાં તેમને કરી હતી.
મૃતક સંધ્યાબેન ભરતભાઇ કોંકણ નામની વિદ્યાર્થીની માટે ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થી પરિસદ મદદમાં આવી હતી. જેમાં કોંગ્રેસની એન.એસ.યુ.આઈ દ્વારા એસ.પી.કચેરીમાં આવેદન પણ આપવા માં આવ્યું છે જ્યારે abvpએ કોલેજમાં હલ્લાબોલ કર્યું હતું. આ મામલે સંચાલક દ્વારા ફી ભરવા દબાણ કરતા હોવાના કારણથી યુવતીનો આપઘાત કર્યો છે તેવા આક્ષેપ સાથે NSUI અને ABVP દ્વારા સંચાલક પર ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. સંધ્યાના આત્મહત્યાના મામલે કોલેજના સંચાલકનો સંપર્ક કરતા તેમણે વાલીના આરોપને નકાર્યા હતા. સંચાલકો દ્વારા જણાવ્યું કે અમોએ તેનું ફોર્મ ભરી દીધું છે જયારે સંધ્યાના ખાતામાં સરકાર દ્વારા સહાયની રકમ આપવામાં આવી ચુકી છે. અને તે રકમ તેના પરિવાર દ્વારા 3 મહિના બાદ પણ ભરવામાં આવી નથી. જે મામલે તેને કહેવામાં આવ્યું હતું પરંતુ ટોર્ચર કરવામાં આવ્યું નથી અને તે વાત ખોટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.