છોકરીને મળવા જવું પડ્યું ભારે! અર્ધનગ્ન કરી માર્યો માર અને પછી… – ઘટના જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

સોશિયલ મીડિયા પર ઘણી વાર વીડિયો વાયરલ થતા રહે છે એમાં ઘણા ફની તો ઘણા અસામાજિક તત્વોનાં વીડિયો સામે આવે છે. તે સમયે અત્યારે બનાસકાંઠાનાં સરહદી વિસ્તારનો એક એવો વીડિયો વાયરલ થયો છે જે જોઇને તમે ગુસ્સાથી લાલચોળ થઇ જશો.

આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બનાસકાંઠાનાં સરહદી વિસ્તારમાં યુવકને માર્યો મારવામાં આવે છે. યુવતીને મળવા જતા ત્યાંના સ્થાનિકો દ્વારા ઝડપી માર મારવામાં આવ્યો હતો. અત્યારે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આખા મામલે બનાસકાંઠાનાં સરહદી વિસ્તારમાં યુવકને ઘરમાં નગ્ન કરીને માર મારતો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં જોઇ શકાય છે કે, ઘણા લોકો યુવકને માર મારી બળજબરીથી મૂત્ર પીવડાવે છે.

તે ઉપરાંત યુવકની સાથે મારપીટ કરી ખરાબ ગાળો બોલી પૈસાની માંગણી પણ કરે છે. વાયરલ વીડિયોમાં યુવક એનું નામ દિનેશ કાગ તેમજ કોળાવાનો રહેવાસી હોવા અંગેનું કબૂલે છે.

નોંધનીય વાત એ છે કે, યુવક કોઈ છોકરીને મળવા ગયો હોય તેમજ પકડાઈ ગયા બાદ તેને નગ્ન કરી માર માર્યો હોય એવું વિડિયો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જોકે, યુવક જોડે કયા કારણનાં લીધે આવું કૃત્ય કરાયું તે હાલ સુધી સ્પષ્ટ થયું નથી. યુવકનાં વાયરલ વિડિયોથી આખા જિલ્લામાં હડકંપ મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *