સરદારને ગાંધીથી ઊંચા બતાવવા તેમજ સરદારના નામે રાજકારણ કરવા માટે ગુજરાત સરકારે 182 મીટર ઉંચી પ્રતિમા બનાવી અને ત્રણ હજાર કરોડ રૂપિયા વેડફી નાખ્યા. 1000 મજૂરોએ રાત દિવસ મહેનત કરીને તેનું નિર્માણ કર્યું. જોકે, ભાજપના વર્તમાન સમયના કામ જોઇને લાગી રહ્યું છે કે, બીજેપીને માત્ર સરદાર પટેલને કોંગ્રેસ પાસેથી પડાવવા પાછળનો હેતુ માત્ર રાજકીય ફાયદો ઉઠાવવાનો છે.
સરદાર વલ્લભભાઇ પટેલના ઐતિહાસિક ઘરને હાલમાં પાર્કિંગ સ્થળ બનાવી દેવામાં આવ્યું છે. ના કોઇ દેખરેખ, ના કોઇ સિક્યુરિટી, લોહ પુરૂષનો ઘર માત્ર હાલમાં એક ખંડર બનીને રહી ગયુ છે અને તેનો ઉપયોગ ગાડીઓના પાર્કિંગ માટે થઇ રહ્યો છે. જે ઘરમાં દેશની આઝાદી માટેની નીતિઓ બની હતી, દેશના દિગ્ગજ નેતાઓ તે ઘરમાં આવીને રણનીતિ બનાવતા, ગાંધી અને સરદારની મુલાકાત અવાર-નવાર જે ઘરમાં થતી તે ઘરને બીજેપી દ્વારા હાલમાં ભૂલાવી દેવામાં આવ્યો છે. આપણા અનમોલ વારસાને ભૂલાવીને બીજેપીએ સાબિત કરી દીધુ છે, તેને માત્ર સત્તા બનાવી રાખવામાં અને પટેલનું રાજકારણમાં ફાયદો ઉઠાવવા માટે ઉપયોગ કરવામાં જ રસ છે.
અમદાવાદના લાલ દરવાજા વિસ્તાર સૌથી વધારે ટ્રાફિકવાળો વિસ્તાર છે. આ વિસ્તારમાં ગુજરાતભરના લોકો ખરીદી કરવા માટે આવે છે. તેવામાં માર્કેટમાં ખરીદી કરનાર આવનારાઓના લોકોને સૌથી વધારે પાર્કિંગની મુશ્કેલી ઉભી થાય છે. એવામાં હવે લોકોને માત્ર પાંચ રૂપિયામાં આ વિસ્તારમાં પાર્કિંગની સુવિધા મળી રહી છે, તે પણ એવી જગ્યાએ જેને સરદાર પટેલ સ્મારક ઘર માનવામા આવે છે. આમ આખા ભારતને એક કરનાર ઐતિહાસિક માનવી અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના ઘરથી પણ સરકાર રૂપિયાની કમાણી કરી રહી છે.
સરદારના અવસાન પછી એમનાં અંગત મંત્રી એવાં પુત્રી મણિબહેને વિના વિલંબે સરકારી બંગલો ખાલી કરી દીધો. બંગલામાંથી સમેટવાની અંગત વસ્તુઓ જ એટલી ઓછી હતી કે એમાં એમને કોઈ તકલીફ ન પડી. એ વખતે મણિબહેને સરદારનું બેન્ક ખાતું પણ બંધ કરાવ્યું ત્યારે અંદર સિલક હતી રૂ. 765ની! (કોઇકે એ સિલક રૂ. 278 હોવાનું પણ નોંધ્યું છે) ભારત જેવા વિશાળ દેશના ગૃહપ્રધાનના બેન્ક ખાતાની સિલક રૂ. 765!! આ એક હકીકત પછી એમના આદર્શો, એમની નિસ્પૃહિતા વિષે કંઈ ઉમેરવાનું શેષ રહે છે? આવડા મોટા માનવીના ઘરની દેખરેખ રાખવાની જગ્યાએ રૂપાણી સરકારે તેની હાલત કફોડી કરી નાખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.