સમગ્ર રાજ્યમાં ચુંટણી બાદ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત જોવા મળ્યો છે. આની સાથે-સાથે જ રાજ્ય સરકાર દ્વારા વેક્સીનેશનની પણ કામગીરી શરુ કરી દેવામાં આવી છે કે, જેનાથી તમામ લોકોને સમયસર રસી મળી રહે. કોરોનાના સતત વધતા જતા કેસને ધ્યાનમાં લઈ રાજ્યના મુખ્ય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુંનો અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લોકોએ રાત્રિ કર્ફ્યૂનું સ્વેચ્છાએ જ પાલન કર્યું:
પહેલા સંપૂર્ણ લોકડાઉન તેમજ ત્યારપછી રાત્રિ કર્ફ્યૂ રાખવામાં આવેલું જ છે, જેનો બધા જ લોકોને અનુભવ છે કે, જેથી લોકોએ આ વખતે રાત્રિ કર્ફ્યૂનું સ્વેચ્છાએ જ પાલન કર્યું હતું. શહેરનો હાઇવે રોડ હોવાને લીધે બહારથી આવતા કેટલાંક વાહનો જતાં જોવા મળ્યાં હતાં પણ પોલીસ દ્વારા લોકોને પૂછપરછ કરીને જવા દેવામાં આવતા હતા. કામ વગર બહાર નીકળેલ લોકોની વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
સોલા વિસ્તારના સ્થાનિક સુરેશભાઈ જણાવતા કહે છે કે, કેસમાં વધારો થતા રાત્રિ કર્ફ્યૂ રાખવામાં આવ્યું છે તો એનું પાલન કરવું જોઈએ. લોકો પાલન ન કરે તેમજ કેસમાં વધારો થશે તો ગયા વર્ષ જેવું સંપૂર્ણ લોકડાઉન આવી શકે છે, જેને લીધે ધંધા-રોજગાર પર અસર પડશે. જેથી લોકોએ સમજીને જ સરકારની ગાઈડલાઈન્સ તથા રાત્રિ કર્ફ્યૂનું પાલન કરવું જોઈએ.
લોકોમાં કર્ફ્યૂના નિયમની ગંભીરતા દેખાતી ન હતી:
રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસને લીધે તંત્ર દ્વારા રાત્રે 10 વાગ્યાથી અમદાવાદમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ગુરુવારની રાત્રે 10 વાગે કર્ફ્યૂ લાદવામાં આવ્યો ત્યારે લોકોમાં કર્ફ્યૂના નિયમની ગંભીરતા દેખાતી ન હતી. 10.30 વાગે પણ શહેરના ટ્રાફિક સિગ્નલ પર ભીડ જોવા મળી હતી. લોકો રસ્તા પર દેખાઈ આવ્યા હતા તથા અંદરની બાજુ આવેલ દુકાનોનાં અડધાં શટર ખુલ્લાં રાખીને દુકાનો ખૂલી રાખવામાં આવી હતી.
પોલીસનું ક્યાંય ચેકિંગ જોવા મળ્યું ન હતું:
શહેરના પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારમાં કર્ફ્યૂ સમય વખતે પોલીસ દ્વારા કડક નિયમ પાલન કરાવવાની વાતો કરવામાં આવતી હતી પરંતુ શહેરીજનો શહેરમાં માર્ગો પર ફરતા દેખાઈ આવ્યા હતા. અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ તથા થલતેજ વિસ્તાર પાસેના ટ્રાફિક સિગ્નલ રાત્રે 10.30 વાગે પણ લોકોની ભીડ હતી.
આની સાથે જ ખુબ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થઈ રહી હતી. પોલીસનું ક્યાંય પણ ચેકિંગ જોવા મળ્યું ન હતું, જ્યારે અન્ય વિસ્તારમાં પણ પોલીસનું કડક મોનિટરિંગ દેખાતું ન હતું. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે.
છેલ્લાં માત્ર 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 1415 ને પાર કરી ચુક્યો છે. આની સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,83,864 સુધી પહોંચી ગયો છે. છેલ્લા ફક્ત 24 કલાકમાં લોકોનાં 4 મોત નીપજ્યા હતા. આની સાથે જ રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 948 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,73,280ને પાર કરી ચુકી છે. સમગ્ર રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા હાલમાં 6,147 જણાએ આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle