કોરેન્ટાઈન કરવા જે નવુનકોર પતરૂ 350નું નવું આવે છે, તેનું તંત્ર એક દિવસનું 350 ભાડું ચૂકવે છે

ભારતમાં જ્યારથી કોરોનાવાયરસે દસ્તક દીધી છે ત્યારથી જ ભ્રષ્ટાચાર અને કૌભાંડમાં પણ બમણો વધારો થયો છે. જેમ જેમ દિવસેને દિવસે કોરોના અને સંખ્યામાં વધારો થઈ…

ભારતમાં જ્યારથી કોરોનાવાયરસે દસ્તક દીધી છે ત્યારથી જ ભ્રષ્ટાચાર અને કૌભાંડમાં પણ બમણો વધારો થયો છે. જેમ જેમ દિવસેને દિવસે કોરોના અને સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એવી જ રીતે તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર અને કૌભાંડમાં પણ પર્દાફાસ થઈ રહ્યો છે. અગાઉ પણ ઘણી એવી ઘટનાઓ સામે આવી છે કે તંત્ર દ્વારા વિવિધ વિભાગોમાં હજારો લાખોનું કૌભાંડ સામે આવ્યું હોય તેમ છતાં તંત્ર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને અવારનવાર બેફામ રીતે લોકોને જાણ ન થાય એ રીતે તંત્ર પૈસાની લુંટ થતી આવી છે.

ભાવનગરમાં કૃષ્ણ હોસ્પિટલમાં ઇન્જેક્શન માં ગોલમાલ થઈ છે, તેની યોગ્ય તપાસ કરવામાં આવે અને દોષિતોને કડક માં કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં તેવી કોંગ્રેસે માંગણી કરી હતી. સર ટી હોસ્પિટલમાં કોરોના થી મૃત્યુ થાય ત્યારબાદ ડેડબોડી પરથી ઘરેણા કીમતી ચીજ વસ્તુઓ ચોરી થઈ જાય તે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી પણ કોંગ્રેસે માંગણી કરી હતી. વધુમાં કોંગ્રેસે જણાવતાં કહ્યું હતું કે, ભાવનગરની સર.ટી હોસ્પિટલનું તંત્ર ખાડે ગયું છે.

દર્દીઓને સારવાર મળી રહે તે બાબતે ઘટતું કરવામાં આવે કોરોના ની સારવારની સુવિધા લોકોને સરળતાથી મળે તે માત્ર મા અમૃતમ કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડ માં કોરોના ની સારવારનો સમાવેશ કરવામાં આવે કોરોના દર્દી ના ઘરે જે પતરા મારવામાં આવે છે. ત્યાં કોઈ સિક્યોરિટી હોતી નથી અને પતરા મારે ત્યાં દરવાજા મુકવામાં આવે છે અને કોરોના દર્દીઓ ના પરિવારજનો સહેલાઇથી બહાર હરે ફરે છે અને જેના કારણે પતરા મારવાનો કોઈ અર્થ રહેતો નથી,  તો આ પતરા મારવાનો ખર્ચ વ્યર્થ જાય છે આવા ખર્ચ ન કરવામાં આવે તો વધારે સારું.

કોંગ્રેસના શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી તથા વિપક્ષ નેતા જયદીપ સિંહ ગોહિલે તથા પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી લાલભા ગોહિલે સનસનીખેજ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ પતરા નવા 350 રૂપિયામાં મળી આવે છે, અને કોન્ટ્રાક્ટરો રોજ નું ભાડું 360 રૂપિયા લે છે. આવા કૌભાંડ બંધ કરવા જોઈએ અને પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આવી રીતે બગાડવાના જોઈએ અને કોરોના દર્દીઓ ના ઘરની બહાર ફક્ત કોરોના પોઝિટિવ ના બોર્ડ લગાવવામાં આવે તેવી તેમણે માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *