મોદી સરકારે ભારતની વધુ એક મોટી કંપની વેચવા કાઢી, જાણો વિગતે

એર ઇન્ડિયા અને બી.પી.સી.એલ.ને વેચવાની જાહેરાતો બાદ સરકાર વધુ એક એક કંપની વેચવા કાઢવાની દરખાસ્ત કરી છે. ભારતમાં ઓઇલ મંત્રાલયે રાજ્ય ગેસ વિતરણ કંપની ગેઇલને બે ભાગમાં વહેંચવા માટે કેબિનેટ દરખાસ્ત તૈયાર કરી છે. હવે મંત્રાલય આ દરખાસ્ત પર મંજૂરી મળવાની રાહ જોઈ રહ્યું છે. આ બાબતે સૂત્રોના કહેવા મુજબ પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે, ગેઇલના પાઇપલાઇન કારોબારને એક અલગ એન્ટિટી બનાવીને બાદમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ હેઠળ વેચવા માંગે છે.

ગેલ એ દેશની સૌથી મોટી કુદરતી ગેસ વિતરણ કંપની છે.

ગેઇલ ઇન્ડિયા એ દેશની સૌથી મોટી કુદરતી ગેસ વિતરણ અને વેપાર કરતી કંપની છે. દેશના 16,234 કિલોમીટર પાઇપલાઇન નેટવર્કના બે તૃતીયાંશથી વધુ હિસ્સા પર ગેઇલ માલિકી ધરાવે છે. આ પાઇપલાઇનના દમ પર તેના કુદરતી ગેસ કારોબાર પર ગેઇલનું પ્રભુત્વ છે. જો કે, કુદરતી ગેસના વપરાશકારો વારંવાર તેમના બળતણના પુરવઠા માટે ગેલની 12,160 કિલોમીટરના પાઈપલાઈન નેટવર્ક સુધી પહોંચ ન હોવા અંગે ફરિયાદ કરતા રહે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જ વિવાદને સમાપ્ત કરવા માટે ગેલને બે ભાગમાં વહેંચવામાં આવી શકે છે. ગુજરાત ગેસ હાલમાં 23,200 કિ.મી. પાઇપલાઇન નેટવર્ક અને 344 કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સ્ટેશનો દ્વારા રાજ્યમાં 8.5 MSCMD કુદરતી ગેસનું વિતરણ કરે છે, જે રાજ્યભરમાં 13.55 મિલિયન ઘર, 200,000 વાહનો અને 3,540 ઔદ્યોગિક ગ્રાહકોને વહેંચે છે. મોરબી હાલમાં કુલ ગેસના વેચાણમાંથી લગભગ 80% હિસ્સો ધરાવે છે.

હાલમાં, ગુજરાત ગેસ મોરબીમાં સિરામિક ઉત્પાદકોને લગભગ 30 રૂપિયા પ્રતિ MSCM કુદરતી ગેસ પ્રદાન કરે છે. ભાવ તેના નજીકના પ્રતિસ્પર્ધી ઇંધણ પ્રોપેનની બેન્ચમાર્ક છે, જે પ્રતિ MSCM આશરે 32 રૂપિયામાં વેચે છે. જો કે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ ઘટતાં પ્રોપેન હવે 28 રૂપિયા પ્રતિ MSCM પર ઉપલબ્ધ છે.

કુદરતી ગેસ અને પેટ્રોકેમિકલ ઉત્પાદન કરશે ગેઇલ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભાગલા બાદ ગેઇલનો મુખ્ય કારોબાર કુદરતી ગેસનું વિતરણ અને પેટ્રોકેમિકલ્સનું ઉત્પાદન હશે. વિભાજીત થયા બાદ ગેઇલ નવી પેટાકંપની પાસેથી પાઇપલાઇનને હાયર કરશે અને નિયમનકાર તરફથી સૂચિત ટેરિફ દરો ચૂકવશે. જો કે, તે અગાઉ ગેસ વેચાણ કરારને પૂરો કરવા માટે ગેસ સપ્લાય કરવાનું ચાલુ રાખશે અને આ કરારો હેઠળ ઉભી થનારી તમામ ફરિયાદો માટે જવાબદાર રહેશે.

ગયા મહિને જ કેબિનેટમાં મુકાઈ દરખાસ્ત

અહેવાલમાં જણાવ્યા અનુસાર ઓઇલ મંત્રાલયે ગયા મહિને વિચારણા માટે કેન્દ્રીય કેબિનેટને કેબિનેટ નોંધ મોકલી હતી. આ કેબિનેટ નોંધ પાઇપલાઇનના 100% કારોબારને નવી પેટા કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કહેવામાં આવે છે. દરખાસ્તમાં પાઇપલાઇન કારોબારના તમામ ખાતાઓને અલગ કરવાની વાત કરવામાં આવી છે. ઉપરાંત આ કારોબાર સાથે સીધા જોડાયેલા કર્મચારીઓને પણ પાઇપલાઇન કામગીરી સંભાળનારી નવી પેટાકંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સૂત્રો કહે છે કે, કેબિનેટ ટૂંક સમયમાં આ પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે.

ઔદ્યોગીક સુત્રોએ જણાવ્યું હતું કે નેશનલ ગ્રીન ટ્રાrબ્યુનલ ઓર્ડર પહેલાં ગુજરાત ગેસનો માર્જિન્સ પ્રતિ MSCM 20 પૈસા હતો. પાછલા બે મહિનામાં, માર્જિન્સ પ્રતિ MSCM 10 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. માર્જિનમાં 20% ની કટ ટૂંકા ગાળામાં નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તે સૌથી મોટુ બજાર જાળવવામાં મદદ કરે છે.

કેબિનેટની મંજૂરી બાદ સલાહકારની નિમણૂક કરાશે

સૂત્રોનું કહેવું છે કે, દરખાસ્ત પર કેબિનેટની મંજૂરી બાદ નવી પેટા કંપનીમાં પાઇપલાઇન કારોબાર ટ્રાન્સફર કરવા સલાહકારની નિમણૂક કરવામાં આવશે. આ કામ પૂર્ણ કરવામાં 8થી 10 મહિનાનો સમય લાગશે. જો કે, સરકારના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ હેઠળ પાઇપલાઇન પેટા કંપનીઓનું વેચાણ 2022 પહેલાં થશે નહીં. હકીકતમાં સરકારનું માનવું છે કે, આ પહેલા દેશનું ગેસ માર્કેટ સંપૂર્ણ પરિપક્વ થશે નહીં અને નેશનલ ગેસ પાઇપલાઇન ગ્રીડ બનાવવા માટે ગેઇલને સરકારી મદદની જરૂર પડશે.

રાજ્યની માલિકીની ગેલ (ઈન્ડિયા) લિમિટેડ આકર્ષક બજારમાં પ્રવેશવાની શક્યતાઓની પણ તપાસ કરી રહી છે. વેપારના સંઘર્ષ પછી ચીનથી 200 અબજ રૂપિયા દૂર કરવા માટે બંને દેશો અમેરિકન કંપનીઓ સાથે સોદો કરવા સક્ષમ હોય તો રાજ્યની માલિકીની ગેલ (ઇન્ડિયા) લિમિટેડ 8.5 MSCMD સુધી વધવાની અપેક્ષા છે.

માર્કેટિંગ કારોબાર પહેલાની જેમ ચાલુ રાખશે

ગેઈલ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગેઇલ પોતાનો માર્કેટિંગ બિઝનેસ અને LNG ટર્મિનલ બિઝનેસ પહેલાની જેમ ચાલુ રાખશે. અગાઉ સરકાર માર્કેટીંગના કારોબારને અલગ પેટાકંપની બનાવીને વેચવા પર વિચાર કરી રહી હતી, પરંતુ પાઇપલાઇન કારોબારને અલગ કરવા પર વિચારણા ચાલી રહી છે. 2022પછી વ્યૂહાત્મક રોકાણ હેઠળ પાઇપલાઇન કારોબારને કેનેડાની એસેટ મેનેજમેન્ટ કંપની બ્રુકફિલ્ડને વેચવામાં આવી શકે છે. બ્રુકફિલ્ડે તાજેતરમાં જ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 1480 કિલોમીટરની પાઇપલાઇન ખરીદી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *