કોઈ વ્યક્તિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થયું હોય તેવું તમે અત્યાર સુધી જોયું અને સાંભળ્યું હશે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે લગ્નમાં કન્યા ને સોનું આપવામાં આવે? જો નહીં તો હવે આ રાજ્યની સરકાર લગ્ન સમયે કન્યાને 10 ગ્રામ સોનું આપવા જઇ રહી છે.
આસામ સરકારે લગ્ન નોંધણીને પ્રોત્સાહન આપવા અને બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશ્યથી અરૂંધતી ગોલ્ડ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત રાજ્યના દરેક ગામોને લગ્ન સમયે 10 ગ્રામ સોનું આપવામાં આવશે.આ યોજના આવતા વર્ષે જાન્યુઆરીથી શરૂ થશે.
આ શરત પૂરી કરવી પડશે:
રાજ્યના નાણામંત્રી હિંમંત બિસ્વા સરમાના કહેવા પ્રમાણે, અરૂંધતી સ્વર્ણ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો પણ છે. દરેક પુખ્ત વહુ, જેણે ઓછામાં ઓછું 10 ધોરણ કર્યું છે અને પોતાના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, તેને ભેટ તરીકે 10 ગ્રામ સોનું આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે, કન્યાના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 5 લાખથી ઓછી હોવી જોઈએ.અરૂંધતિ સ્વર્ણ યોજનાનો લાભ ફક્ત યુવતીના પહેલા લગ્ન પર જ આપવામાં આવશે અને તે વિશેષ લગ્ન અધિનિયમ 1954 હેઠળ નોંધણી કરાવવી પડશે.
30 હજાર રૂપિયા બેંકમાં જમા થશે.
મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, અરુંધતી ગોલ્ડ યોજના અંતર્ગત ભૌતિક સ્વરૂપમાં સોનું આપવામાં આવશે નહીં. લગ્ન નોંધણી અને ચકાસણી પછી, કન્યાના બેંક ખાતામાં 30,000 રૂપિયા જમા થશે. આ પછી, તેણે સોનાની ખરીદી માટે રસીદ સબમિટ કરવાની રહેશે. આ નાણાંનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે કરી શકાતો નથી.
આખા વર્ષ માટે સોનાના સરેરાશ ભાવને ધ્યાનમાં લીધા પછી 10 ગ્રામ સોના માટે 30,000 રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. દરેક બજેટમાં તેમાં સુધારો કરવામાં આવશે. ડેપ્યુટી કમિશનર કચેરી ઉપરાંત લગ્નને સર્કલ ઓફિસમાં પણ નોંધણી કરાવી શકાશે.
રાજ્યની તિજોરી ઉપર 800 કરોડનો બોજ પડશે.
રાજ્ય સરકારના તિજોરી પર અરૂંધતિ સ્વર્ણ યોજના વાર્ષિક રૂ. 800 કરોડનો ખર્ચ થશે. હાલમાં, આસામ સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના પર ત્રણ મહિના માટે 300 કરોડનું બજેટ રાખ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.