ગુજરાતમાં યુવતીઓના લગ્નમાં આ રીતે મદદ કરી રહ્યું છે યુવાનોનું આ જૂથ, એક અનોખો પ્રયોગ શરૂ કર્યો

‘માનવ સેવા હિ પ્રભુ સેવા’ રાજકોટના જીક્સ ગ્રૂપ દ્વારા આ વાક્યની અનુભૂતિ કરવામાં આવી રહી છે.જીક્સ ગ્રુપના યુવાનો કહે છે કે, જો તમારા ઘરમાં લગ્ન…

‘માનવ સેવા હિ પ્રભુ સેવા’ રાજકોટના જીક્સ ગ્રૂપ દ્વારા આ વાક્યની અનુભૂતિ કરવામાં આવી રહી છે.જીક્સ ગ્રુપના યુવાનો કહે છે કે, જો તમારા ઘરમાં લગ્ન હોય અને પાર્ટી માટે શાકભાજીની જરૂર હોય, તો તમે અમને કોલ કરો. લગ્નના એક દિવસ પહેલા શાકભાજી તમારા ઘરે પ્હોચાડીશું અને તે પણ મફતમાં.

તેણે પોતાનો વોટ્સએપ નંબર પણ બહાર પાડ્યો છે જેના પર ફોન અથવા મેસેજ દ્વારા શાકભાજી લગ્નના સ્થળે પહોંચાડવામાં આવશે. જરૂરિયાતમંદોને ફક્ત આ બે નંબર 9723425704 અથવા 8866934567 પર લગ્નનું કાર્ડ અને શાકભાજીની સૂચિ નો મેસેજ કરવો પડશે.

હાલમાં આ ગ્રુપ ગુજરાત અને મુંબઇમાં પોતાની સેવાઓ આપી રહ્યું છે. જીક્સ ગ્રૂપના વિપુલ વાઘેલાએ જણાવ્યું હતું કે, દિકરીઓના લગ્નમાં અત્યાર સુધીમાં દસ હજારથી વધુ લોકોને મફત શાકભાજી આપી ચૂક્યા છીએ.

વિપુલ વાઘેલાએ જણાવ્યું કે, અમને દરરોજ સેંકડો કોલ આવે છે. તેઓએ કહ્યું કે, તેમને દરેક સમુદાયના લોકોનો કોલ આવે છે અને તેઓ શાકભાજી મોકલીને દરેકની મદદ કરવાનો પ્રયાસ કરે છે.

આ કામમાં વિપુલ વાઘેલા અને તેના જૂથને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમનું કહેવું છે કે, લોકો અડધી રાત્રે મદદ માટે પણ બોલાવે છે. અમે તેમને કહેવા માંગીએ છીએ કે, કૃપા કરીને ઓફિસના સમયમાં કોલ કરો અથવા સંદેશ આપો કે, જેથી અમે અમારું કાર્ય યોગ્ય રીતે કરી શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *