તમને ટેક્સ રાહત મળી છે એવો મેસેજ આવે તો ખોલતા નહી, ખાલી થઇ જશે બેંક બેલેન્સ- જાણો અહી

સરકાર સાયબર એટેકને લઈને સતત સાવધાની રાખતી આવી છે. આ વચ્ચે આયકર વિભાગે કરદાતાઓને ફિશિંગ ઈમેઈલ અને મેસેજ પ્રત્યે ચેતવ્યા છે. સાથે જ કરદાતાઓને આ પ્રકારના કોઈપણ મેલ પર ક્લિક કરવાની ના પાડી છે. આયકર વિભાગ એ પોતાના ટ્વિટમાં એક મેસેજ નો સ્ક્રીનશોટ શેર કર્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે કોરોનાવાયરસને કારણે સરકારે તમામ કરદાતાઓને રિફંડ આપવાનો નિર્ણય કર્યો છે. આ મુશ્કેલીના સમયમાં નાણાકીય રાહત મેળવવા માટે લિંક પર ક્લિક કરો. આયકર વિભાગ એ આ પ્રકારના મેસેજ અને ઈ-મેલ થી બચવા માટે કહ્યું છે.

આઈકર વિભાગ એ રવિવારના રોજ ટ્વિટ કરી કરદાતાઓને સાવધાન રહેવા માટે કહ્યું છે કે, આવી લીંક પર ક્લિક ન કરો જેમાં રિફંડ આપવાનું કહેવામાં આવ્યું હોય. આવો કોઈ મેસેજ આયકર વિભાગ તરફથી મોકલવામાં આવ્યો નથી.

તાજા આંકડાઓ અનુસાર ૮ થી ૨૦ એપ્રિલ દરમિયાન વિભાગે અલગ અલગ શ્રેણીના કરદાતાઓ ને 9000 કરોડ રૂપિયાથી વધારે 1400000 રિફંડ જાહેર કર્યા છે. જેમાં વ્યક્તિગત, હિન્દુઓ વિભાજિત પરિવાર, પ્રોપરાઇટર, કોર્પોરેટ, startup તેમજ લઘુ તેમજ મધ્યમ શ્રેણીના કરદાતાઓ શામેલ છે. પ્રભાવિત લોકો અને કંપનીઓને રાહત માટે સરકારે રિફંડ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *