Surat Three Bogus journalist arrested: સુરતનાં ઉત્રાણ વિસ્તારમાંતી ખંડણી માંગનાર 3 લોકો ઝડપાયા હતા. નવું બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી રૂપિયા 3 લાખ માંગ્યા હતા. પત્રકાર તરીકેની ઓળખ આપી ખંડણી માંગણી કરી રહ્યા હતા. જમીન ગૌચરની હોવાનું જણાવી 4 શખ્સોએ 3 લાખ માંગ્યા હતા. આ બાબતે ઉત્તરાણ પોલીસે(Surat Three Bogus journalist arrested) હાલ ત્રણની લોકોની ધરપકડ કરી છે. ખંડણી માંગનાર મુખ્ય આરોપી વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યો છે.
સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ચોરી, લૂંટ, ખંડણી જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. તેવામાં લોકશાહીના આધારસ્તંભને લજવતા તોડબાજ તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતના મોટા વરાછામાં રહેતા એક વેપારીને પત્રકાર તરીકેની ઓળખ આપી તેનું મકાન સરકારી અને ગૌચરની જમીન પર હોવાથી ડિમોલીશન કરાવવાની ધમકી પણ આપવામાં આવી હતી. સાથે જ રૂપિયા 10 લાખની ખંડણી પણ માંગણી પણ કરવામાં આવી હતી. જોકે ફરિયાદીએ આ તોડબાજોને પૈસા ન આપી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય તોડબાજ પત્રકારોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બાબતે એસીપી આર.પી ઝાલાએ જણાવ્યું છે કે, ફરિયાદી પરસોત્તમભાઈ મોરડીયા જેઓએ ઉત્રાણ વિસ્તારમાં ખળી ફળીયું આવેલું છે. જ્યાં તેઓએ એક મકાન વેચાણ રાખેલું હતું. જે બાબતની જાણ ત્યાં જ રહેતા દિલીપ પેલીસ નામનાં શખ્સને થતા તેણે આ માહિતી લોક મરચા દૈનિક ગ્રૂપનાં પત્રકારો ધવલભાઈ સોલંકી, પરવેઝ ખાન, નિકુંજને માહિતી આપેલ.
ત્યારપછી આ તમામ લોકોએ ફરિયાદીનો સંપર્ક કરેલ અને ફરિયાદીને કહેલ કે તમે જો અમને 10 લાખ રૂપિયા નહી આપો તો અમે ન્યુઝમાં પ્રસાર પ્રચાર કરી મકાન અને તોડાવી નાખાવની ધમકી પણ આપી હતી. આ તમામ વાતચીતનું રેકોર્ડિંગ ફરિયાદીએ તેઓનાં મોબાઈલમાં રેકોર્ડીંગ કરેલ. ત્યારપછી ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ઉતરાણ પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube