સુરતમાં બનેલી પાસોદરા(Pasodra)માં ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekariya)ની હત્યાથી સૌ કોઈ લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે. હત્યા કેસનો આરોપી ફેનીલ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આજે બપોરે આરોપીને કોર્ટમાં હાજર કરવાનો હતો. ત્યારે હાલ પોલીસ સમગ્ર મામલાની યુધ્ધના ધોરણે તપાસ કરી રહી છે. આ ઘટના અંગે સોશિયલ મીડિયામાં એક ફેકચેક ખુબ જ વાઈરલ થઇ રહ્યા છે.
સોશિયલ મીડિયામાં આ ઘટના અંગે ઘણા બધા ફોટા, વિડીયો અને લખાણ વાઈરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો અને બનાવની ગંભીરતાના કારણે સરકાર પણ ઍક્શનમાં આવી ગઈ હતી. સરકારે ઝડપી ન્યાય આપવાનો દિલાસો આપ્યો હતો, પણ હત્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં સાંપ્રદાયિક ઍન્ગલ સાથે શૅર કરાયો હોવાનું એક તપાસમાં સામે આવ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર ગ્રીષ્માની હત્યા વખતનો એક વીડિયો અંગે કઈક જુદી જ માહિતી શૅર કરવામાં આવી રહી છે. આ વીડિયો ‘લવ જેહાદ’ તેમજ ‘બળજબરીથી ધર્માંતરણ’ જેવા મુદ્દાઓ સાંકળીને મોટાપાયે શૅર કરવામાં આવ્યો હતો.
ફેસબુક ઉપર દેવ કટોચ નામના યુઝરે આ વીડિયો પોતાના એકાઉન્ટ પર શૅર કર્યો હતો. વીડિય કૅપ્શનમાં તેમણે લખ્યું હતું કે, “શું આ છોકરી સાથે બરાબર થઈ રહ્યું છે? એક મુસ્લિમ છોકરાએ હિન્દુ બનીને હિન્દુ છોકરી સાથે પ્રેમ કર્યો અને પછી છોકરીને મુસ્લિમ બનાવવાનો પ્રયત્ન કર્યો. છોકરીએ ના પાડી તો બે મુસ્લિમોએ ભેગા મળીને છોકરીની હત્યા કરી નાખી.” આ ઉપરાંત, પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “ભાઈઓ, ક્યાં સુધી આ રીતે આપણી હિન્દુ છોકરીઓને કપાવા દઈશું. અત્યારે જ સમય છે, જાગી જાઓ.”
માત્ર ફેસબુક ઉપર દેવ કટોચ જ નહિ આવા અનેક લોકો આ જ કેપ્શન સાથે મૂકી રહ્યા છે. આ ઉપરાંત, વીડિયો યોગ કુશવાહા નામના એક યુઝરે પોસ્ટ કર્યો છે. યોગ કુશવાહા અને દેવ કટોચ દ્વારા શૅર કરાયેલ વીડિયોમાં કૅપ્શન એક સરખું જ છે.જોકે, બાદમાં ઘણા બધા યુઝરોએ તે ડીલિટ કરી નાખ્યો હતો. જ્યારે કેટલાક યુઝરોની પ્રોફાઇલ પર આ પોસ્ટ હાલમાં પણ જોવા મળી શકે છે.આ થઈ ફેસબુકની વાત, ટ્વિટરનો પણ આ ખોટી માહિતી પ્રસારમાં ઉપયોગ થયો છે.
A Hindu girl in Surat was beheaded by a Muslim with a knife in broad daylight, because that Hindu girl refused to become a Muslim. ?Wake up Hindus, time to get United save & fight for our children and their generations, because we don’t what is in future tomorrow your number ? pic.twitter.com/931uOK0Wlc
— ?हिंदूराष्ट्र#HINDU? प्रशासनिक समिति (@Bhupend83259663) February 16, 2022
હિન્દુ રાષ્ટ્ર પ્રશાસનિક સમિતિ નામના એક ટ્વિટર હૅન્ડલ પરથી પણ દેવ કટોચ અને યોગ કુશવાહા જેવો જ વીડિયો શૅર કરવામાં આવ્યો હતો. સાંઈ સુમન નામના એક ટ્વિટર હૅન્ડલ પરથી પણ આ વીડિયો શૅર કરવામાં આવ્યો હતો. જોકે, ટ્વિટર તેમજ ફેસબુક દ્વારા આ ઘટનાની ઘણી પોસ્ટ હઠાવી દેવામાં આવી છે, પરંતુ હાલમાં પણ અનેક પોસ્ટ જોવા મળી રહી છે.સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયો અને કૅપ્શન મહદ્અંશે એકસરખાં જ છે. આ પરથી બે સંભાવનાઓ સામે આવે છે.
12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા હત્યાકાંડ(Pasodra massacre)માં લુખ્ખા લફંગા ફેનિલ ગોયાણી(Fenil Goyani)એ જાહેરમાં જ ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekaria)નું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. આજે યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો.
યુવતીના મોટા પપ્પા દ્વારા બે દિવસ પહેલા ફરી ઠપકો આપવામાં આવતા યુવક રોષે ભરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. આ દરમિયાન, યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકો અને પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, સુરતના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ યુવતીની માતા અને ભાઈની નજર સામે જ જાહેરમાં યુવતીની હત્યા કરી હતી. એક વર્ષથી યુવતીને હેરાન કરતા યુવકને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે ફરી ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં યુવતીના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી યુવતીનું ગળું કાપી નાખ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.