ગુજરાતના આ ગામે બેફામ દોડી રહી છે સિંહણ, જાણો લોકોના કેવા થઇ ગયા હાલ. જુઓ વિડીઓ

ગુજરાતમાં વિવિધ જગ્યાએ વન્ય હિંસક પ્રાણીઓ માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યાં છે. ત્યારે બીજી તરફ પોરબંદરમાં પ્રથમ વખત સિંહણ જોવા મળી હોવાની ઘટના બની છે. ગુજરાતના માધવપુરમાં સિંહણ અને ત્યાંના લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ઈન્ટરનેટ પર લોકો ચોંકી ગયા છે. આ વીડિયોને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુશાંત નંદાએ ટ્વીટર પર શેર કર્યો છે.

વીડિયોમાં ગુજરાતના માધવપુરમાં સિંહણને ઝડપથી દોડતી જોઈ શકાય છે. તેને જોતા જ ગામના લોકો ગભરાઈ જાય છે અને આમ-તેમ ભાગવા લાગે છે. સિંહણ લોકો પર હુમલો કરવાને બદલે સીધી નીકળી જાય છે.

સુશાંત નંદાએ વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું, વિચારો શું થશે જ્યારે તમારા પર સિંહણ 80 કિમીની ઝડપે ભાગતા આવે. ઉસેન બોલ્ટ કરતા પણ વધારે સ્પીડ. આ વીડિયો ગુજરાતના માધવપુરનો છે. કમેન્ટ સેક્શનમાં લોકો પૂછી રહ્યા છે કે શું સિંહણ સુરક્ષિત છે કે નહીં. સુશાંત નંદાએ જવાબ આપતા કહ્યું કે, સિંહણ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ સિંહ માધવપુરના ગોકુલ આશ્રમથી મધુવનના જંગલમાં અને પથ્થરની પડતર ખાણોમાંથી દોડતો નીકળતો હોય જેને જોઇને લોકો ભયભીત થઇ નાસવા લાગ્યા હતા. જ્યારે અન્ય એક વીડિયોમાં ચાર સિંહ પોરબંદરની દરિયાઇ પટ્ટી પર ફરતા જોઇ શકાય છે. સિંહે જે વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો તેમની ઓળખ પુંજાભાઈ માવદીયા અને શ્યામ સોલંકી તરીકે થઇ હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ગામના કેટલાક લોકો સિંહની પાછળ દોટ મુકી હતી. આ સમયે સિંહ એક યુવકને પગે બચકું ભરી લીધું હતું. જેથી યુવકને પગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે માધવપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ યુવકને 10 જેટલા ટાંકા આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *