17 નવેમ્બરે શિવસેનાના સ્થાપક બાલા સાહેબની પૂણ્યતિથિ છે ત્યારે 17 નવેમ્બરે શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર રચવાની જાહેરાત કરશે. લાંબી કવાયત બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર રચવાને લઈ સમજૂતી થઈ ગઈ છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલશે..
Nawab Malik, NCP: Sawaal baar-baar poocha ja raha hai ki Shiv Sena ka CM hoga kya?CM ke post ko leke hi Shiv Sena-BJP ke beech mein vivaad hua, toh nishchit roop se CM Shiv Sena ka hoga. Shiv Sena ko apmanit kiya gaya hai, unka swabhimaan banaye rakhna hamari zimmedari banti hai. pic.twitter.com/qHiVoFoRlR
— ANI (@ANI) November 15, 2019
શિવસેનાનો જ મુખ્યમંત્રી :
શિવસેનાના નેતૃત્વ હેઠળ સરકાર બનશે. મુખ્ય પ્રધાન તો શિવસેનાનો જ હશે. 5 વર્ષ નહીં 25 વર્ષ સુધી શિવસેનાનો સીએમ રહેશે. તેમણે એમ કહ્યું કે અમે તમામને સાથે લઈને ચાલીશું અને મહારાષ્ટ્રના હિતમાં કામ કરીશું. સૂત્રોની જાણકારી મુજબ આ સમજૂતી મુજબ શિવસેનાને પૂર્ણ કાર્યકાળ માટે મુખ્યપ્રધાન પદ મળશે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન એનસીપી અને કોંગ્રેસ વચ્ચે અઢી-અઢી વર્ષ માટે રહેશે. અને 14-14-12ની ફોર્મ્યુલા પર પ્રધાનો બની શકે છે.
કોંગ્રેસને થશે મોટો લાભ :
શિવસેના અને એનસીપીના 14-14 અને કોંગ્રેસને 12 પ્રધાન પદ મળી શકે છે. તો વિધાનસભાના સ્પીકર કોંગ્રેસના હશે. તો ડેપ્યુટી સ્પીકરનું પદ શિવસેના પાસે રહેશે. જોકે આ સમજૂતીમાં હિંદુત્વનો મુદ્દો શામિલ કરાયો નથી. ત્રણેય પક્ષો વચ્ચે સતત બેઠકો સાથે વાતચીત ચાલી રહી છે. કોમન મિનિમમ પ્રોગ્રામને લઈ સહમતિ બની ગઈ છે. સમજૂતીમાં શિવસેનાએ વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી છે. તો કોંગ્રેસ-એનસીપી મુસ્લિમો માટે 5 ટકા અનામત આપવાની માગ કરી રહી છે. જોકે આ વાત પર વાત અટકી છે. આ અઠવાડિયામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ શકે છે.
ડેપ્યુટી સ્પીકરનું પદ પણ શિવસેના પાસે જ રહેશે
મુજબ શિવસેનાને પૂર્ણ કાર્યકાળ માટે મુખ્યપ્રધાન પદ મળશે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન એનસીપી અને કોંગ્રેસ વચ્ચે અઢી-અઢી વર્ષ માટે રહેશે. અને 14-14-12ની ફોર્મ્યુલા પર પ્રધાનો બનશે. શિવસેના અને એનસીપીના 14-14 અને કોંગ્રેસને 12 પ્રધાન પદ મળશે. તો વિધાનસભાના સ્પીકર કોંગ્રેસના હશે. તો ડેપ્યુટી સ્પીકરનું પદ શિવસેના પાસે રહેશે. જોકે આ સમજૂતીમાં હિંદુત્વનો મુદ્દો શામિલ કરાયો નથી. ત્રણેય પક્ષો વચ્ચે સતત બેઠકો સાથે વાતચીત ચાલી રહી છે. કોમન મિનિમમ પ્રોગ્રામને લઈ સહમતિ બની ગઈ છે. સમજૂતીમાં શિવસેનાએ વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી છે. તો કોંગ્રેસ-એનસીપી મુસ્લિમો માટે 5 ટકા અનામત આપવાની માગ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.