સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલીક રોચક જાણકારીઓ અથવા તો આશ્વર્યકારક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. પ્રેગ્નન્સી એટલે કે, ગર્ભાવસ્થા મહિલાઓ માટે એક અનેરો સુખમય અનુભવ હોય છે પણ જયારે પોતાના ગર્ભમાં 9 મહિના સુધી બીજો જીવ સાચવીને રૂટિન કામ કરવા અઘરાં બની જતું હોય છે.
આ સંઘર્ષ માત્ર એક માતા જ સમજી શકતી હોય છે કે, આ દરમિયાન તેમને કેટલીક ફિઝિકલ તથા મેન્ટલી ચેલેન્જનો સામનો કરવો પડતો હોય છે. આ ચેલેન્જનો અનુભવ કરવા માટે મેટલેન્ડ હેન્લી નામના કન્ટેન્ટ ક્રિએટરે પોતાની જાતને તૈયાર કરી હતી. હેન્લીનો પ્રેગ્નન્સીનો અનુભવ કરવાનો પ્રયત્નનો વીડિયો હાલમાં ખુબ વાઈરલ થયો છે.
ગર્ભાવસ્થાનો અનુભવ કરવા માટે હેન્લી પોતાના પેટ પર એક મોટું તડબૂચ રાખીને ક્લિંગ રોલ એટલે કે, એક પ્લાસ્ટિકના રેપર વડે બાંધીને બ્રેસ્ટના વજન માટે તે તેની છાતીએ 2 શક્કર ટેટી બાંધી દે છે. આ રીતે તે શરીર પર વધારાના વજનની સાથે પોતે પ્રેગ્નન્ટ હોવાનો અનુભવ કરીને રોજિંદા કામ કરવાનો પ્રયત્ન કરે છે.
હેન્લીએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે કે, જેમાં તે તડબૂચ તેમજ ટેટીના વજનની સાથે પથારીમાંથી ઊભા થવાનો પ્રયત્ન કરે છે પણ આ સામાન્ય કામ પણ તેને પહાડ ચડવા બરોબરનું મુશ્કેલ લાગે છે. ત્યારપછી તે બાથરૂમ જવા તેમજ શૂઝ પહેરવાનો પ્રયત્ન કરે છે. આ કામ પણ તેને લોઢાના ચણા ચાવવાં બરાબર લાગે છે.
પ્રેગ્નન્સીનો અનુભવ કરવા માટે એક્સ્ટ્રા વજન લઈને ફર્યા પછી હેન્લી જણાવે છે કે, મને લાગ્યું હતું કે, આ કામ તો એકદમ આસાન છે જયારે એક નવાં શરીરને સાચવવું ખુબ સરળ છે પણ આવી સ્થિતિમાં પથારીમાંથી ઊભા થવું પણ ખુબ મુશ્કેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.