સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.
લોકોને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા માટે, વિશ્વના તમામ દેશોમાં રસીકરણ અભિયાનની ઝુંબેશ ઝડપથી ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશનો હેતુ એ છે કે ટૂંક સમયમાં વધુને વધુ લોકો કોવિડ-19 રસી મેળવી શકે. ત્યારે ઘણા લોકો રસી લેવાથી ડરે છે. રસી વિશે લોકોમાં હજી એટલો ડર છે કે ઘરના દરવાજા પણ ખોલવા તૈયાર નથી. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે જેનો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આવો જ એક રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વિડિઓ જોઈને તમે સમજી શકશો કે રસી લગાવવા માટે આરોગ્ય કર્મચારીઓએ કેટલા પ્રયત્નો કરવા પડે છે.
#Forcible #vaccination in #Argentina
More required after #Copa win !☺️☺️☺️@hvgoenka @Cryptic_Miind pic.twitter.com/MedRoqZ84S
— Rupin Sharma IPS (@rupin1992) July 12, 2021
ટ્વિટર પર આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ Forcible vaccination હેશટેગ સાથે વિડિઓને શેર કરીને જણાવ્યું છે કે વિડિઓ અર્જેન્ટિનાનો છે. આ વીડિયોમાં સુરક્ષા કર્મીઓ અને ડોકટરો ઘરની છત પર એક વ્યક્તિને પકડતા નજરે પડે છે. તેઓ બળપૂર્વક તેને રસી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે તે વ્યક્તિ તેમની પકડમાંથી છટકી જવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યો છે.
ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ વિડિઓ વિશે વપરાશકર્તાઓની પ્રતિક્રિયાઓ પણ ખૂબ જ રસપ્રદ છે. એક યુઝરે એક કોમેન્ટ્સ લખી હતી, ‘અમે તે જ છીએ જે પોલીસ વહીવટને માસ્ક માટે કડકતા માટે સોશિયલ મીડિયા પર બેન્ડ બજાવતા હોય છે’. તો બીજા યુઝરે લખ્યું ‘ભારતમાં પણ આવું થવું જોઈએ’.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.