સરકારનો નિર્ણય: હવે લગ્ન પહેલા કરવો પડશે 3 મહિનાનો કોર્સ, જો પાસ થયા તો જ થશે લગ્ન

આપણે દરેક જાણીએ છીએ કે ભારત પ્રાચીનતા અને વિવિધતાથી ભરેલો દેશ છે. ખુબ પ્રાચીન સમયથી જ ભારત દુનિયામાં આગળ છે. આપણે ત્યાં લગ્ન પહેલા ઘણા પરિવારો યુવક યુવતીની કુંડળી સરખી કરાવતા હોય છે. જોકે ઈન્ડોનેશિયાની સરકારે હવે લગ્ન કરવા માટે એક અલગ જ પ્રકારનો કાયદો બનાવ્યો છે.

ઈન્ડોનેશિયા સરકારના આદેશ મુજબ લગ્ન કરવા લાયક દરેક યુવક અને યુવતીને એક ખાસ કોર્સ કરાવવામાં આવશે. જેમાં તેમને દાંપત્ય જીવનમાં તાલમેલ કેવી રીતે જાળવવો, ઘરમાં માતા-પિતા અને પરિવારની સંભાળ કેવી રીતે કરવી અને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવશે. જો કોઈ યુવાન-યુવતી આ કોર્સમાં નાપાસ થશે તો તેને લગ્ન કરવાનો અધિકાર નહી મળે.

ઈન્ડોનેશિયાના અખબારના અહેવાલ મુજબ સરકાર નવા વર્ષથી કોર્સની શરુઆત કરશે. 2020 માં લગ્ન કરવા માંગતા દરેક યુવાએ આ કોર્સ ફરજીયાત કરવો પડશે. સરકારનું કહેવું છે કે, દેશના યુવાઓ જવાબદાર નાગરિક અને જીવનસાથી બને તેવો હેતુ આ કોર્સ શરૂ કરવા પાછળનો છે.

કોર્સ માટે કોઈ ફી લેવામાં આવશે નહિ. કોર્સનો સમય ત્રણ મહિનાનો રહેશે. જેને ઈન્ડોનેશિયાના માનવ વિકાસ અને સાંસ્કૃતિક મંત્રાલયે ડિઝાઈન કર્યો છે. કોર્સ પુરો થયા બાદ તમામ યુવાઓને સર્ટિફિકેટ અપાશે. સર્ટિફિકેટ હશે તેને જ લગ્ન કરવા માટે મંજૂરી મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *