જાણો આજે ક્યાં ખાબકશે મુશળધાર વરસાદ? આગામી 5 દિવસને લઈને પણ હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાત(Gujarat): હાલમાં જ રાજ્યમાં આણંદના બોરસદમાં 11 ઇંચ કરતા પણ વધારે વરસાદ(Heavy rain) પડવાને કારણે સમગ્ર બોરસદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી હતી. બીજી તરફ જૂનાગઢના વિસાવદરમાં 6 અને કોયલીમાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ પડવાને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે આ બધા વચ્ચે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા ગુજરાતમાં હજુ વધુ ચાર કે પાંચ દિવસ વરસાદની આગાહી(Rainfall forecast) કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ ખાબકી શકે છે. 4થી 7 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. મધ્ય ગુજરાતમાં પણ એકંદરે સારા વરસાદની સંભાવના રહેલી છે.

રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. 3 જુલાઈએ એટલે કે આજરોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર કે પાંચ દિવસમાં વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાડ, તાપી સહિત અન્ય કેટલાય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *