જાણો ભોજન દરમ્યાન છાશ પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકશાનકારક?

આપણે ભોજન સાથે ઘણી જાતના પીણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ મોટાભાગે છાશ નો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત જેવું કાર્ય કરે છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. સારું પીણું શરીરને ઊર્જા આપવાની સાથે શરીરમાં રોગપ્રતિકાર શક્તિમાં પણ વધારો છે. પરંતુ દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો તે વસ્તુઓ ક્યારેય આડઅસર કરતી નથી.

ડો.એફ.ઈ.બીલ્ઝ’ કહે છે કે દૂધ કરતા છાશ વધારે પાચક છે દૂધ પીવાથી કબજિયાત થાય છે, જયારે છાશ પીવાથી કબજિયાત ની તફલીક થતી નથીઆથી આંતરડાં વધારે કાર્યશીલ થાય છે. અરુચિવાળા, મંદાગ્નિવાળા, અતિસારવાળા, વાત-ક્ફ્વાલા માટે છાશ અમૃત સમાન છે. મંદ જઠરાગ્નીવાળાની ચિકિત્સા છાશ થી કરવી જોઈએ. અન્નુનું ભક્ષણ ન કરી શકનાર ઉદયરોગી, જેને જલપાન પણ છોડી દીધું હોઈ તેવા દર્દી ની ચિકિત્સા માત્ર થોડી ઘાટી અને સ્વાદવાળી ચાશથી કરવામાં આવે તો તેને ખુબ ફાયદો થાય.

‘ચરકસંહિતા’ માં કહ્યું છે કે, છાશ ઉષ્ણ અને રુક્ષ હોવાથી કફમાં પણ શ્રેષ્ઠ છે. તે સ્વાદિષ્ટ, ખટાશવાળી તથા સાંદ્ર હોવાથી તાત્કાલિક ગુણ કરે છે. છાશ દીપાન, પાચક, બલપ્રદ અને વર્ણકારી છે.શરીરના દોષોના પ્રમાણમાં ચીકાશવાળી અને ચીકાશ વગરની માખણ ઉતારી લીધેલા ચાશના પ્રયોગ કરવા.

આયુર્વેદાચાર્ય ‘સુશ્રુત’ અનર બીજા મુનિશ્રેસ્ઠો એ છાસ ના ચાર પ્રકાર ગણાવ્યા છે. ધોલ, મથિન, તર્ક. પાણી વિનાની ચિકાસસહીત વ્લોવેલી દહીંની છાશ ધોલ કહેવાય છે. અર્ધ ભાગે પાણી નાખેલી છાશ ઉદશ્રિત કહેવાય છે  અને ચોથા ભાગે પાણી નાખેલી છાશ ને તર્ક કહેવાય છે

છાશનું સેવન કોણે ના કરવું?
ક્ષતવાળાને, દુર્બળતા, મૂર્છા, ભ્રમ, દાહ અને રક્તપિત્તમાં છાશનું સેવન કરવું જોઇએ નહીં. ગ્રીષ્મ અને શરદ ઋતુમાં ખાટી છાશ કદાપી પીવી નહીં. આ સિવાયનાં રોગોમાં વૈદકિય સલાહ મુજબ છાશનું સેવન કરવામાં આવે તો પરમ ઉપકારક ઔષધિ રૂપ છે. વિધિવત્ સેવન કરાયેલી છાશ બળ, વર્ણ, ઉત્સાહ અને ઓજને વધારીને રોગોને દૂર કરીને સ્વાસ્થ્ય તથા સૌંદર્યને સાચવનાર પૃથ્વીલોકમાં અમૃત સમાન ઉપકારક છે.

જે લોકોને માથું દુખવાની ફરિયાદ છે, જે લોકોને પિત્તના વિકારો થી માથું દુખવાની ફરિયાદ છે, અડધું માથું દુખે છે તેવા લોકોએ બિલકુલ છાશ પીવાની નથી. જો આ સમય માં છાસ પીવો તો શરીર માં એસિડ નું પ્રમાણ વધશે, પરિણામે અડધું માથું, આખું માથું, આ તમામ વસ્તુ દુખશે. માટે આ પ્રકારના લોકો એ બિલકુલ છાશ પીવાની નથી.

જે લોકોને ભ્રમ એટલે કે ચક્કરની સમસ્યા હોય તેવા લોકોએ બિલકુલ છાશ પીવાની નથી. ચક્કર આવવાના અનેક કારણો છે. જે લોકો મન સાથે સતત યુદ્ધ કર્યા કરે છે, જે લોકો સતત ચિંતા રાખે છે તેવા મોટા ભાગના લોકોને ચક્કરની સમસ્યા હોય છે. આ વિટામિન્સ, મિનરલ્સ, પોષક તત્વો, સપ્તધાતુ આ બધું શરીરમાં ધટતું હોય તો પણ ચક્કર આવી શકે છે પરંતુ આ સમયે છાશ બિલકુલ પીવાની નથી.

જે લોકો શારીરિક રીતે દુબળા હોય તેવા લોકોએ સાથ બિલકુલ પીવાની નથી. જે લોકોને શરીર ઘટતું જાય છે અથવા તો જે લોકો એકદમ દુબલા પતલા છે તેવા લોકોએ છાશ પીવાની હિતાવહ નથી. જો આ પ્રકારના લોકો છાશ પીશો વજન ઘટશે તો નહિ, પણ વધશે પણ નહિ. તો ખાસ ધ્યાન આપવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *