હાલમાં બિહાર(Bihar)ના મુઝફ્ફરપુર(Muzaffarpur)માંથી ભત્રીજા(Nephew)એ તેના જ ફઇ સાથે લગ્ન કર્યાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો ઔરાઈ પોલીસ સ્ટેશન(Aurai Police Station) વિસ્તારના જોંકી ગામનો હોવાનું સામે આવ્યું છે. જ્યાં ફઇ ભત્રીજો પ્રેમસબંધમાં બંધાઈ જતા પ્રેમી યુગલે ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા. જેના કારણે રોષે ભરાયેલા યુવતીના પિતાએ ઔરાઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને બાળકીના અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ યુવતીને શોધીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.
મળતી માહિતી મુજબ, પ્રેમી યુગલને ઔરાઈ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું હતું. આ બંને પ્રેમી યુગલે કોર્ટ મેરેજ કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું. યુવતીના પિતાને માહિતી આપ્યા બાદ તેમને ઔરાઈ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.
યુવતીના પિતાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી અને કહ્યું હતું કે, તેને જ્યાં જવું હોય ત્યાં જાય પરંતુ ગામમાં ન રહે, ગામની બહાર જાય. યુવતી ગુમ થયા બાદ તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. પરંતુ, બાદમાં અરજી પાછી ખેંચીને તેણે યુવતી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ અંગે યુવતીના પરિવારજનોને જાણ કરવાની સાથે પોલીસ દ્વારા ફોન પર સમગ્ર વાત જણાવ્યા બાદ યુવકના પરિવારજનોને પણ ઔરાઈ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. યુવકના પરિવારને આ પ્રેમી યુગલ સોંપવામાં આવ્યું હતું. ઔરાઈ પોલીસ સ્ટેશનના પ્રમુખ રાજેશ કુમારે બંનેને વિદાય આપી હતી. યુવતીનું નામ સરિતા દેવી છે અને યુવકનું નામ અખિલેશ પાસવાન છે.
બંને એક જ ગામમાં દૂરના સંબંધમાં ફઇ-ભત્રીજો હોવાનું કહેવાય છે. સરિતા દેવીના પતિ અખિલેશ પાસવાન તેની પત્ની સાથે ગામની બહાર તેની બહેનના ઘરે ગયા હતા. આ મામલો ખૂબ જ તંગ બનતા પોલીસે મામલો શાંત પાડ્યો હતો અને પ્રેમીઓને ઔરાઈ પોલીસ સ્ટેશનથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.