LIVE વિડીયો- રસ્તા વચ્ચે જ અચાનક સળગવા લાગ્યું ઇલેક્ટ્રિક સ્કૂટર- પહેલા ધુમાડો અને પછી થયો ધડાકો

હાલમાં Ola સ્કૂટર(Scooter) ભારતીય બજારમાં ધૂમ મચાવી રહ્યું છે. ગ્રાહકો Ola ઇલેક્ટ્રિક(Electric) સ્કૂટરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંપનીએ અત્યાર સુધી રેકોર્ડ બુકિંગ મેળવ્યું છે. આ દરમિયાન, એક વીડિયો(Video) સામે આવ્યો છે જે આ સ્કૂટરની સુરક્ષા પર સવાલ ઉઠાવે છે. સોશિયલ મીડિયા(Social media) પર એક વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં Olaના એક સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓ પહેલા વિસ્ફોટનો અવાજ પણ સંભળાય છે.

આ વીડિયોમાં Ola S1 Pro ઈલેક્ટ્રિક સ્કૂટર રોડ કિનારે ઊભું જોવા મળે છે. જેમાંથી પહેલા ધુમાડો અને પછી જ્વાળાઓ નીકળતી જોવા મળે છે. મળતી માહિતી મુજબ, આ પુણેનું રજીસ્ટર્ડ Ola S1 Pro સ્કૂટર છે. સ્કૂટરમાંથી પહેલા ધુમાડો નીકળે છે અને પછી વિસ્ફોટ સાથે સ્કૂટરમાં આગ લાગે છે.

વીડિયો સામે આવ્યા બાદ Olaનું  નિવેદન પણ આવ્યું છે. કંપનીએ કહ્યું કે, તેઓએ સ્કૂટરના ઓનર સાથે વાત કરી છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેને માહિતી મળી છે કે પુણેમાં Ola સ્કૂટરમાં આગ લાગી છે. જેના પગલે આગના કારણની તપાસ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં માહિતી જાહેર કરવામાં આવશે.

આ ઘટના બાદ OLAનું કહેવું છે કે, વાહનની સુરક્ષા અમારા માટે સૌથી મહત્વની છે અને સ્કૂટરમાં સારી ગુણવત્તાની પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અમે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને યોગ્ય નિષ્કર્ષ પર પહોંચવાનું નક્કી કર્યું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આવું લિથિયમ-આયન બેટરીના નુકસાન અથવા શોર્ટ-સર્કિટને કારણે થઈ શકે છે.

OLA S1 ની કિંમત 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને OLA S1 Proની કિંમત 1.30 લાખ રૂપિયાથી શરૂ થાય છે. S1 ફુલ ચાર્જ પર 120 કિમી સુધી ચાલી શકે છે અને S1 પ્રો સિંગલ ચાર્જ પર 180 કિમી સુધી ચાલી શકે છે. બંને ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત અલગ-અલગ રાજ્યોમાં સબસિડી પ્રમાણે નક્કી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

One Reply to “LIVE વિડીયો- રસ્તા વચ્ચે જ અચાનક સળગવા લાગ્યું ઇલેક્ટ્રિક સ્કૂટર- પહેલા ધુમાડો અને પછી થયો ધડાકો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *