ગુજરાત: ચોરી-લૂટફાટ (Theft robbery) ની ઘટનાઓ તો જાણે સાવ સામાન્ય થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ધોળા દિવસે ચોરીના બનાવો (Incident) સામે આવી રહ્યા છે તેમજ પોલીસ હાથ પર હાથ ધરીને બેઠી રહી છે. અમદાવાદ (Ahmedabad) માં વધુ એક ચોરીનો ચોંકાવનાર ઘટના સામે આવી છે. વેપારીને તેના જ 2 કારીગરો ચૂનો લગાડીને ભાગી ગયા છે. આરોપીઑ એક્ટીવા સાથે 1 કરોડ 25 લાખ રૂપિયાની કિમતના સોનાના દાગીના લઈને ભાગી ગયા છે.
શહેરના નિકોલનો વેપારી બન્યો કાવતરાનો શિકાર:
માલિક-કારીગર વચ્ચે વિશ્વાસનો સંબધ રહેલો હોય છે પરંતુ અમદાવાદમાં આજે બનેલા ચોરીના બનાવમાં એક વેપારીને ચેતવી દીઢો છે. શહેરના નિકોલમાં વેપારી સાથે કામ કરતાં કારીગર જ દાગીના ચોરીને ભાગી જતાં ચકચાર મચી જવા પામી છે. વેપારી સાથે વર્ષોથી કામ કરતાં કારીગરોએ પીઠમાં છરો ભોકયો હોય એ રીતે પોતાના માલિકના 1 કરોડ 25 લાખ રૂપિયાના સોનાના દાગીના લઈ ભાગી ગયા હતા.
કઇ રીતે કરી કારીગરે કરી ચોરી?
16 ઓક્ટોબરે બપોરનાં 1 વાગ્યાના સુમારે બે થેલામાં સોનાના સેટ, બુટ્ટીઓ, મંગળ સૂત્ર, લકી કડા સહિત 1.25 કરોડ રૂપિયાની કિંમતના દાગીના લઈ એક્ટિવા પર મુકેશભાઈ આનંદસિંહ સાથે જઈ રહ્યા હતા. આ સમયે દુકાનોમાં દાગીના બતાવીને માલિક નરોડા આદિશ્વર કેનાલ પાસે એક્ટીવા ઊભું રાખી દીધું હતું.
આની સાથે જ સોનાની ભાળ કારીગરને સોંપી કુદરતી હાજતે ગયા હતા પરંતુ આરોપી કારીગરનું મન મેલુ હતું મુકેશભાઈ શૌચ કરવા ગયા હતા ત્યારે આનંદસિંહ તક ઝડપીને 1.25 કરોડ રૂપિયાના ઘરેણાં ભરેલી બેગ એક્ટીવા સાથે લઈને ગુમ થઈ ગયો હતો.
અઢી મહિના અગાઉ જ કારીગરને રાખ્યો હતો:
દાગીના બનાવનાર વેપારી માણેક ચોકમાં M H જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. આરોપી કારીગરોને 80 દિવસ અગાઉ જ કામે રાખ્યા હતા. આની અગાઉ તેમના જ ગામનો તથા સમાજનો ગણેશભાઈ ઘાંચી નામનો વ્યક્તિ આવ્યો હતો. એના જ ગામના આનંદસિંહ રાજપૂત નામના વ્યક્તિને માસિક 9,000 રૂપિયાના પગારે કામ પર લીધો હતો. મુકેશભાઈ સાથે આનંદસિંહ સોનાના દાગીના લઈ દુકાને ફરતો હતો.
વેપારીએ કરી પોલીસ ફરિયાદ:
કારીગરોના કરતૂતની વેપારીને જાણ થતા વેપારીએ પોલીસ મથકમાં જઈને સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને આરોપી કારીગરોને પકડવા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં તો ચોરીના આ ઘટનાના પગલે વેપારી ચિંતામાં મુકાઈ ગયા છે.
આરોપીઑ વહેલી તકે મળે તો કરોડો રૂપિયાના સોનાનો માલ પરત મળી શકે તેવી આશા સેવી રહ્યો છે. પોલીસ હાલ પોતાના સૂત્રો ગતિમાન કરીને આરોપીઑની ભાળ મેળવી રહી છે પરંતુ પ્રશ્ન એ છે કે, શહેરમાં સામાન્ય બનેલી ગયેલી ચોરી-લૂટફાટની ઘટનાઓ ક્યારે અટકશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.