કમલમ પર ગયેલા આપના કાર્યકરોને તોડી નાખનાર ‘ખાખી’ સુરતમાં 144 લાગુ છતાં ભાજપના કાર્યકરોના માસ્ક વગરના ટોળા સામે પોલીસ બની મુકદર્શક

સુરત(Surat): 5 જાન્યુઆરીના રોજ પંજાબ(Punjab)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના કાફલાને રોકવામાં આવ્યો હતો. તેને લઈને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા હતા. સુરતના વિવિધ વોર્ડમાં શિવાલયોમાં વિરોધ માટે કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ત્યારે અલગ અલગ વિસ્તારમાં વિરોધ(BJP Protest)ના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાના નિયમોના લીરેલીરા ઉડાવતા જોવા મળી રહ્યા હતા.

ત્યારે હવે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસ(Congress)ની કાર્યાલય બહાર પુતળા દહન અને વિરોધ કરવા જાય છે ત્યારે પોલીસ મુક પ્રેક્ષક બનીને જોયા કરે છે. પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપના કાર્યાલય પર વિરોધ કરવા જાય તો સરકારના ઈશારે પોલીસ આવે છે તૂટી પડે છે. ત્યારે એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે, શું પોલીસ સરકારના ઈશારે કામ કરી રહી છે?

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં 144 ધારા લાગુ હોવા છતાં પણ ભાજપના કાર્યકર્તાઓ માસ્ક વગર અને સામાજિક અંતર વગર કોંગ્રેસની કાર્યાલય પર વિરોધ કરવા અને પુતળા દહન કરવા હાલી નીકળ્યા છે. શું આ ભાજપના કાર્યકર્તાઓને કોરોના નથી નડતો? ત્યારે પોલીસ પ્રશાસન સામે પણ અનેક સવાલો પેદા થઇ રહ્યા છે કે, સુરતમાં 144 લાગુ હોવા છતાં પણ માસ્ક વગરના ટોળા સામે પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી?

જાણો શું છે સમગ્ર મામલો:
કૃષિ કાયદા રદ કર્યા પછી પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ રેલીના કલાકો પહેલાં, કિસાન મઝદૂર સંઘર્ષ સમિતિના સભ્યો દ્વારા ફિરોઝપુરમાં સ્થળ તરફ જતા ત્રણ અભિગમ રસ્તાઓ 12 કલાકથી વધુ સમય માટે બ્લોક કરવામાં આવ્યા હતા. ખેડૂતોને 15 જાન્યુઆરીએ પીએમ મોદીસંબોધશે તેવી ખાતરી મળ્યા બાદ બુધવારે સવારે 9.30 વાગ્યા સુધીમાં રસ્તાઓ આંશિક રીતે ટ્રાફિક ચળવળ માટે ખાલી કરાવવામાં આવ્યા હતા.

ગૃહ મંત્રાલયએ એક નિવેદનમાં આ અંગે જણાવ્યું કે, તે આ ગંભીર સુરક્ષા ખામીને ધ્યાનમાં લઈ રહ્યું છે અને રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો હતો. રાજ્ય સરકારને પણ આ ક્ષતિ માટે જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું હતું. વધુમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે, આકસ્મિક સંયોગોને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારને રસ્તા સુરક્ષિત કરવા માટે વધારાની સુરક્ષા તૈનાત કરવી પડશે તેવું પહેલેથી કહેવાયું હતું, જે સ્પષ્ટપણે તૈનાત કરવામાં આવી ન હતી. આ સુરક્ષા ક્ષતિ પછી, ભટિંડા એરપોર્ટ પર પાછા જવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *