હત્યાના વધતા જતા કેસોમાં હાલમાં જ કાનપુર (Kanpur) માં પાંચ દિવસ પહેલા ગુમ થયેલા CRPF જવાનની પત્નીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે હત્યાના આરોપમાં મહિલાના પ્રેમીની ધરપકડ કરી છે. CRPF જવાનની પત્નીની ગેરકાયદેસર સંબંધમાં હત્યા કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર કાનપુરની પંકી રતનપુર કોલોનીમાંથી પાંચ દિવસ પહેલા ગુમ થયેલા CRPF જવાનની પત્નીની તેના પ્રેમીએ અવૈધ સંબંધોના કારણે ગળુ દબાવીને હત્યા કરી હતી. મળેલી માહિતી અનુસાર મૃતદેહનો નિકાલ કાનપુર ગ્રામ્ય વિસ્તારના ભાઈપુર મૈથા પાસે સ્થિત ગટરમાં કરવામાં આવ્યો હતો. શુક્રવારે રાત્રે પ્રેમીના જણાવ્યા મુજબ પોલીસે તેના મૃતદેહ પર કબજો મેળવ્યો હતો.
રતનપુરમાં રહેતો ઈન્દરપાલ CRPF માં તહેનાત છે. પરંતુ ચૂંટણીના કારણે તેમની ડ્યુટી મૈનપુરીમાં હતી. ઘરમાં પત્ની ગીતાદેવી (34) તેમના બે બાળકો સુશાંત અને સિદ્ધાર્થ સાથે હતી. 20 ફેબ્રુઆરીએ ઈન્દરપાલે તેની પત્નીના મોબાઈલ પર કોલ કર્યો હતો, પરંતુ તેનો ફોન ઉપાડવામાં આવ્યો ન હતો. આ અંગે તેમને શંકા જતા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી તો મહિલા ઘરે મળી ન હતી. રૂમમાંથી બીયરના ખાલી કેન, ગ્લાસ અને કેટલીક આપ્પતીજનક વસ્તુઓ પણ મળી આવી હતી. 21 ફેબ્રુઆરીએ ઘરે પરત ફરેલા ઈન્દરપાલે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ પોલીસે જ્યારે મહિલાના મોબાઈલનું સીડીઆર ચેક કર્યું ત્યારે છેલ્લો કોલ મુખ્તાર નામના વ્યક્તિનો આવ્યો, જે કાર મિકેનિક છે. પોલીસે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરતાં તેણે સત્ય સ્વીકાર્યું હતું. મુખ્તારે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેને ગીતા સાથે પ્રેમ સંબંધ હતો. તે દરમિયાન ગીતાએ અન્ય કોઈ સાથે વાત કરવાનું શરૂ કર્યું. ના પાડ્યા બાદ પણ તેણી રાજી ન થતાં ઘટનાની સાંજે તેણીને કારમાં પોતાની સાથે લઇ ગયા બાદ ગળું દબાવી હત્યા કરી લાશને નાળામાં ફેંકી દીધી હતી. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અંજન કુમારે ગટરમાંથી લાશ બહાર કાઢી.
મુખ્તારે પોલીસને જણાવ્યું હતું કે તે ગીતાના મામાના ઘર (રુરા જમાલપુર)નો રહેવાસી છે. ગીતા સાથે તેના લગ્ન પહેલાથી જ સંબંધ હતા. જ્યારે તેનો પતિ ફરજ પર બહાર હોય ત્યારે તે અવારનવાર ગીતાને તેના ઘરે મળવા જતો હતો. પોલીસે ગીતાના સીડીઆરની શોધ કરી અને મુખ્તાર સાથે છેલ્લી વખત વાત કરતા પહેલા તેણીએ ગંગાગંજમાં રહેતા પ્રોપર્ટી ડીલર પુષ્પેન્દ્ર સિંહ સાથે વાત કરી હતી. પોલીસે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી.
ગીતાના પુત્રોએ પોલીસને જણાવ્યું કે પ્રોપર્ટી ડીલર અને મુખ્તાર તેમના પિતાની ગેરહાજરીમાં ઘરે આવતા હતા. ગીતા પ્રોપર્ટી ડીલર સાથે વાત કરે તે મુખ્તારને ગમતું ન હતું. તે જ દરમિયાન મહિલાના મોટા પુત્રએ પોલીસને જણાવ્યું કે ઘટનાની સાંજે મુખ્તાર માતા ગીતાને પોતાની સાથે કારમાં લઈ ગયો હતો.
પુછતાછ દરમિયાન પુત્રએ જણાવ્યું હતું કે, મુખ્તાર સિવાય કારમાં અન્ય બે લોકો પણ હાજર હતા. પોલીસ ગીતાની હત્યામાં મુખ્તારને મદદ કરનાર અન્ય બે સાથીઓની શોધ કરી રહી છે અને તેઓને પણ ઝડપથી શોધી કસ્ટડીમાં લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.