સમગ્ર દેશમાં જયારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અનેક લોકો મોતને ભેટી ચુક્યા છે. અવારનવાર દેહ વ્યાપારનાં ધંધાનો પર્દાફાસ થયો હોય એવી ઘટના સામે આવતી હોય છે. આવી ઘટનાઓમાં સમગ્ર દેશમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવી જ અન્ય એક ઘટના સામે આવી છે.
આની સાથે જ સમગ્ર દેશમાં કોરોનાને લીધે લોકોના ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે ત્યારે રૂપિયા કમાવવા માટે અવનવા ધંધા લોકો કરી રહ્યા છે. ગુજરાતમાં પણ કેટલાંક યુવકો દારૂની હેરાફેરી કરીને રૂપિયા કમાવવા લાગ્યા હતા. આવા સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
પોલીસ દ્વારા એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ સાડીનો વેપાર કરતી હતી. જો કે, તે સાડીનો વેપાર ફક્ત નામ માટે જ કરી રહી હતી. કારણ કે, તે સાડીના વેપારની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરી રહી હતી. અનેક યુવતીઓને તેણે આ ધંધામાં સામેલ કરી હતી.
સમગ્ર મામલે પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ મહિલાની દુકાને પહોચી ગઈ હતી તેમજ પોલીસે મહિલાનો પર્દાફાશ કર્યો હતો. આ મહિલા યુવતીઓને એકત્ર કરીને જાહેરમાં સાડીના વેપારની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવી રહી હતી. પોલીસે ઘટનાસ્થળે રેડ પાડીને મુખ્ય આરોપી મહિલા સહિત 3 વિધવા મહિલાઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે કે, જેઓ આ ધંધામાં સંકળાયેલી હતી.
પોલીસને આ મામલે જાણ થતાની સાથે જ પોલીસ પણ ડમી ગ્રાહક બનીને દુકાને ગઈ હતી. જ્યા મુખ્ય આરોપી મહિલાએ પોલીસને લાલચ આપીને મહિલા પાસે મોકલ્યો હતો. પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેણે એવી મહિલાઓ ધંધામાં ધકેલી દીધી છે કે, જેઓ વીધવા છે.
આની સાથે જ તેમની મજબૂરીનો લાભ લઈને મહિલાએ અનેક મહિલાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી હતી. પોલીસ દ્વારા મહિલાના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવતા મુખ્ય આરોપી મહિલા સહીત અન્ય 3 યુવતીઓને પણ પકડી પાડવામાં આવી હતી.
આની સાથે જ પોલીસ દ્વારા તેમની પાસેથી મોબાઈલ તથા તેમના વાહન પણ કબ્જે કરી લેવામાં આવ્યા હતા. આની સાથે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા હતા. અહીં નોંધનીય છે કે, પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે, મુખ્ય આરોપી મહિલા એક નાનકડો સાડીનો સ્ટોલ ચલાવતી હતી.
આની સાથે જ જણાવી દઈએ કે, તેનો પતિ ખાનગી ટ્રાવેલ્સમાં નોકરી કરી રહ્યો છે. તેને અગાઉથી જ રૂપિયાની લાલચ હતી. જેને લીધે તે સાડીના ધંધાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવી રહી હતી. આ ચોંકાવનાર ઘટના આંધ્રપ્રદેશના ગુંટર જિલ્લામાંથી સામે આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle