પ્રસુતિ બાદ મહિલાઓના શરીરમાં રક્ત ઓછું થાય તે સ્વાભાવિક છે. આ ખામીના કારણે તેમનામાં આયરનની ખામી પણ થઈ શકે છે. જો કે પ્રસુતિ બાદ યોગ્ય આહાર લઈ અને આ ખામીને દૂર કરી શકાય છે. શરીરમાં રક્તની ખામી દૂર કરવા માટે કળથી દાળ ખાવી જોઈએ. આ દાળનું નિયમિત સેવન કરવાથી વધારે રક્તસ્ત્રાવથી શરીરમાં આવેલી નબળાઈ દૂર થાય છે. પ્રોટીન અને વિટામિન યુક્ત કળથીની દાળથી પ્રસુતાનું દૂધ પણ વધે છે. પ્રસુતિ બાદ 45 દિવસ સુધી આ દાળ ખાવાથી વિશેષ લાભ થાય છે.
પ્રોટીનનું પ્રમાણ વધારે
કળથીની દાળ અન્ય દાળ જેવી જ હોય છે પરંતુ તેમાં જે ગુણ હોય છે તેના વિશે જાણી આશ્ચર્ય થઈ જશે. તેમાં ઔષધિય ગુણ પણ હોય છે. અન્ય દાળની સરખામણીમાં કળથીમાં પોષક તત્વો વધારે પ્રમાણમાં હોય છે. તેમાં 25 ટકા વધારે પ્રોટીન હોય છે જે સોયાબીનમાં અડધું જ હોય છે.
ફાયબરનું પ્રમાણ
કળથીની દાળમાં ન્યૂટ્રીશિયન હોય છે જે નવપ્રસૂતાનું દૂધ વધારે છે. આ ઉપરાંત પ્રસવ પછી આવતા તાવને નિયંત્રિત કરે છે. તેનું સેવન કરવાથી વજન પણ વધતું નથી. આ દાળમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. આ દાળથી અપચો પણ થતો નથી.
રક્તની ખામી દૂર કરે છે
કળથીની દાળ કે સૂપ પીવાથી મહિલાઓને લાભ થાય છે. આયુર્વેદ અનુસાર મહિલાઓએ નિયમિત રીતે એક ચમચી કુળથીની દાળનો પાવડર લેવો જોઈએ. આ પાવડરનું સેવન 45 દિવસ સુધી જરૂર કરવો. તેમાં પ્રચુર માત્રામાં આયરન હોય છે જે મહિલાઓના શરીરને શક્તિ આપે છે.
એસિડિટી
અનેક મહિલાઓને પ્રસુતિ બાદ એસિડિટીની સમસ્યા થાય છે. તેનાથી વજન વધે છે, ખોરાક પચતો નથી. તેના કારણે ડોક્ટર્સ પણ નવી માતાઓને કળથીની દાળ ખાવાનું કહે છે.