GSEB SSC Result 2023 Date and Time: ધોરણ 10ના વિધાર્થીઓ માટે મોટા અમે મહત્વના સંચાર સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો ધોરણ 10 બોર્ડનું રીઝલ્ટ (Class 10 Board Result Live) 25 મે ના રોજ જાહેર થશે. ધોરણ 10 અનો ધોરણ 12 કોમર્સના પરિણામની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષાના પરિણામ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ-10 બોર્ડનું પરિણામ (GSEB SSC Result 2023) 25 મેના રોજ જાહેર થશે. ધોરણ-10ના 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે પરિણામની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરવામા આવી છે. www.gseb.org પર સવારે 8 વાગ્યાથી પરિણામ જોવા મળશે.
વેબસાઈટ પરથી જાણી શકશો પરિણામ:
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવતા કહ્યું કે, માર્ચ-2023 માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
વોટ્સએપ પર મેસેજ કરીને જાણી શકશો પરિણામ:
મહત્વનું છે કે, વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) નાખીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.
આ રીતે ચેક કરી શકશો રિઝલ્ટ:
સ્ટેપ 1માં પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ. સ્ટેપ 2માં વેબસાઈટ પર GSEB HSC Result 2023 અથવા GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3માં પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો. સ્ટેપ 4માં તે પછી Submit બટન પર ક્લિક કરો. સ્ટેપ 5માં GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે. સ્ટેપ 6માં ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.