તમને જણાવી દઈએ કે સમગ્ર દેશભરમાં લોકડાઉન-4 નો અમલ થયો છે. ત્યારે લોકડાઉન 4 માં કેવા પ્રકારની છૂટછાટ આપવી તે અંગે આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં તમામ દુકાન અને વેપાર શરૂ કરવામાં આવશે.
સાથે-સાથે સૂત્ર પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લર હાલ શરૂ નહીં થાય. જો કે વાણંદ ઘરે જઈને હેર કટિંગ કરી શકશે તેવી માહિતી સૂત્ર દ્વારા મળી રહી છે. અને હાલ ઘણા વિસ્તારોમાં વાળંદ ઘરે આવીને આજુબાજુના લોકોના વાળ કાપી રહ્યા છે. હેર સલૂન, બ્યુટી પાર્લરમાં કોરોનાના સંક્રમણ વધુ ફેલાવવાની સંભાવના છે, ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં ભીડ વધુ એકઠી થતી હોવાથી હાલ આ બંને વેપાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
પાનના ગલ્લા, કોફી શોપ, મોટા-મોટા રેસ્ટોરન્ટ, નાસ્તા ફરસાણ દુકાનો, ગેરેજ, મોબાઈલ શોપ્સ હાર્ડવેર સહિતની દુકાનો ખોલવા સરકાર મંજૂરી આપી શકે છે. તેનો સમય સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો સરકારે નિર્ણય કરી શકે છે. મનપા કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સમાં આ મામલે મહત્વની ચર્ચા થઈ હતી.
સાથે-સાથે આ ઉપરાંત આંતરરાજ્ય ખાનગી પરિવહન પર પણ સરકાર વિચારણા કરવામાં આવશે. વેપાર-ધંધા ખોલ્યા બાદ જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો દિલ્હી રાજ્યની જેમ ઓડ ઇવન પ્રથા પર પણ સરકાર લાગુ કરી શકે છે. તો હાઇવે પરની હોટેલ અને ઢાબાને રાત્રીના સમયે મંજૂરીની શકયતાઓ છે. તો આ પ્રમાણે લોકડાઉન 4 નું માળખું સર્જાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news