આપને સૌ જાણીએ જ છીએ કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓના લીસ્ટમાં બીલ ગેટ્સ એ અરબો સંપત્તિના માલિક છે. ગયા વર્ષની ગણતરીમાં તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં ત્રીજા સ્થાન પર હતા. પરંતુ શું તમે જાણો છો કે, આટલી બધી સંપતિ હોવા છતાં તેઓ પોતાના વાસણ જાતે સાફ કરે છે. આ ઉપરાંત તેમની એવી ઘણી વાતો છે જે આજ સુધી લોકો જાણતા જ નથી.
બીલ ગેટ્સ એ માઈક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક છે. તેઓ પાસે આટલી બધી સંપતિ હોવા છતાં તેમને પોતાના કામ જાતે જ કરવા પસંદ છે. એટલા માટે જ તેઓ જમ્યા પછી પોતાની થાળી અને બીજા વાસણ જાતે સાફ કરે છે. આ વાત તેમણે જાતે એક ઈન્ટરવ્યૂમાં જણાવી હતી. તેઓ જણાવે છે કે, ઘરમાં વાસણ ધોવા સિવાયમાં અમુક નાના નાના કામ જાતે જ કરે છે આમ કરીને તેઓ પોતાની જાત સાથે સમય પસાર કરે છે અને તેમને માનસિક શાંતિ મળે છે.
આ ઉપરાંત બીલ ગેટ્સને ગાર્ડનીંગનો પણ ઘણો શોખ છે. તેઓ ઘણી વાર પોતાના ગાર્ડનમાં બેઠેલા જોવા મળે છે. જાણવા મળ્યું છે કે, તેમના બગીચામાં એક ખાસ ઝાડ આવેલું છે તે ઝાડ એ 40 વર્ષ જુનું છે. તેમના માટે આ ઝાડનું ખુબ મહત્વ છે તેઓ જયારે નાના હતા ત્યારથી આ ઝાડને જોતા આવ્યા છે તેમની આ ઝાડ સાથે ઘણી લાગણી જોડાયેલી છે. તેઓ આજે પણ દિવસનો થોડો સમય ત્યાં વિતાવે છે.
બીલ ગેટ્સ પોતાના બાળકોને પોતાની જેમ જ એક ઉમદા વ્યક્તિ બનાવવા માંગે છે. એટલા માટે જ તેમણે પોતાના બાળકોને બિઝનેસનું ધ્યાન રાખવા માટે નથી કહ્યું. તેઓ ઈચ્છે છે કે, તેમના સંતાનો પોતાના પગ પર ઉભા થાય અને પોતાની જેમ ઘણા પૈસાદાર બને. માટે જ તેઓ બાળકોને મહેનત કરવા માટે પણ ઘણી સલાહ આપે છે.
બીલ ગેટ્સ દ્વારા બહુ નાની ઉંમરથી જ મહેનત કરવાની શરુ કરવામાં આવી હતી. તેમણે 17 વર્ષની ઉંમરે જ કંપનીના CEOનું કામ સાંભળ્યું હતું અને પોતાની કંપની માટે અનેક નવા પ્લાન બનાવ્યા હતા. તેમનો સ્વભાવ બાળપણથી જ બહુ મહત્વકાંક્ષી રહ્યો હતો. તેઓ હંમેશા પોતાના સપના કેવી રીતે સાકાર કરવા એ જ વિચારતા હતા.
તેઓ પહેલેથી જ એક મોટા ઘરમાં રહેવાની ઈચ્છા ધરાવતા હતા અને એટલા માટે જ આજે તેઓ પોતાની મહેનતથી 6000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આલીશાન ઘરમાં રહે છે. તેમનું આ ઘર એ દુનિયાના સૌથી આલીશાન ઘરોમાં સ્થાન પામેલ છે.તે મકાનની કિંમત ૧૨૩ મિલિયન યુએસ અમેરિકન ડોલરથી પણ વધુ છે.
તેમના આ સપનાના ઘરને બનતા પુરા ૭ વર્ષનો સમય લાગ્યો હતો. આ ઘર વિશ્વનું સૌથી મોંઘુ ઘર છે. આ ઘરમાં 24 બાથરૂમ, એક સ્વિમિંગ પુલ, 2100 સ્ક્વેર ફૂટની લાયબ્રેરી અને હોમ થીયેટર છે. આ દરેક વસ્તુની જાણવણી માટે તેમના ઘરમાં એકસાથે 150 માણસોની જરૂરત પડે છે. આ જગ્યા માટે બીલ ગેટ્સ એક મિલિયન પ્રોપર્ટી ટેક્સ ભરે છે.
આ ઉપરાંત બીલ ગેટ્સને આઈફોન રાખવાનો પણ બહુ શોખ છે. એ કંપની ભલે તેમની કોમ્પિટિશનમાં હોય તે છતાં પણ તેઓને આ ફોનના બધા ફીચર ખુબ ગમ્યા હતા. આવું તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. તેમણે કબુલ કર્યું હતું કે, માઈક્રોસોફ્ટની તુલનામાં આ ફોનના ફીચર ઘણા સારા છે અને હમણાં થોડા સમય પહેલા સુધી તેઓ આઈફોન 5એસ વાપરતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.