વલસાડ(ગુજરાત): ફણસા ગામમાં રિક્ષા ચાલક પતિએ પોતાની જ પત્નીની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવ્યો હતો. જાહેર રસ્તા પર જ પત્નીની કરપીણ હત્યા કરી હત્યારો પતિ રિક્ષા લઇને ફરાર થઈ ગયો હતો. જોકે મરીન પોલીસે થોડાક જ સમયમાં પત્નીના હત્યારા પતિની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, છેલ્લા 6 વર્ષથી અલગ અલગ રહેતા પતિ પત્ની વચ્ચે ચાલી રહેલો છૂટાછેડાનો વિવાદ જ હત્યાનું કારણ બન્યું છે.
પતિ-પત્નીના સંબંધોને સાત જનમના માનવમાં આવે છે, પરંતુ આજના આધુનિક યુગમાં નાની નાની વાતમાં પતિ-પત્ની વચ્ચે ઝગડા અને છૂટાછેડા જોવા મળતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક પતિએ છૂટાછેડા ન આપતી પત્નીની હત્યા કરી હતી. ગળાના ભાગે છરીના ઘા મારી પત્નીને મોત આપીને પતિ રીક્ષા લઇ ભાગી ગયો હતો. 16 વર્ષ પહેલા ફણસા ગામમાં છેવાડાના વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા પુનિત મિટનાના પોતાના જ ગામમાં રહેતી મમતા મિટના નામની યુવતી સાથે લગ્ન થયા હતા. થોડા સમય સુધી લગ્ન જીવન વ્યવસ્થિત ચાલ્યું હતું. થોડા સમય પછી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેથી છેલ્લા 6 વર્ષથી મૃતક પત્ની મમતા પોતાના પિતાના ઘરે રહેતી હતી.
જો કે મમતા સાથે બે સંતાનો રહેતા હોવાથી સંતાનોના ભરણપોષણનો અને છૂટાછેડાનો વિવાદ ચાલી રહ્યો હતો. આથી પતિ પુનિત તેની પત્ની અને તેના પરિવારજનો વિરુદ્ધ રોષે ભરાયો હતો. આવેશમાં આવેલા પતિએ પિતાના ત્યાં રહેતી તેની પત્નીના ઘર નજીક જઈ મોકો જોઇ અને રસ્તેથી પસાર થતી પત્ની પર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી રિક્ષા ચાલક પતિ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. મરીન પોલીસે નારગોલ નજીકથી રિક્ષા લઇ પસાર થઈ રહેલા પતિની અટકાયત કરી હતી. આરોપી પતિની ધરપકડ બાદ પોલીસે તેને જેલમાં મોકલી દીધો છે.
પોલીસ પૂછપરછમાં પકડાયેલ પુનિતે જણાવ્યું છે કે, છૂટાછેડાના મામલે પતિને પત્ની મમતાની હત્યા કરી હતી. 10 વર્ષના લગ્ન જીવન બાદ 6 વર્ષથી અલગ રહેતા પુનિત અને મમતા વચ્ચે છૂટાછેડાને લઇને બબાલ ચાલતી હતી. પુનિતના અનેક પ્રયાસો બાદ પણ મમતા પુનિતને છૂટાછેડા આપતી નહોતી અને ઘરે રહેવા પણ આવતી ન હતી. જેથી પુનિત આ મામલે ઘણો પરેશાન હતો. વારંવારની સમજાવ્યા બાદ પણ પત્ની મમતાએ પુનિતને છૂટાછેડા આપતા ન આપતી ન હતી. છેવટે પુનિતે મમતાનું ગળું કાપી હત્યા કરી નાખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.