અવાર નવાર રખડતા ઢોરો (cattle)નો આંતક સામે આવતો જ હોય છે. જેના કારણે કેટલાય લોકોના જીવ પણ જતા હોય છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે હવે તો રાજ્યની જનતા બાદ હવે નેતાઓ પણ રખડતા પશુના આતંકનો ભોગ બની રહ્યા છે.
View this post on Instagram
જાણવા મળ્યું છે કે, આજે મહેસાણાના કડીમાં તિરંગા રેલી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા હતા. જેને પગલે તેમને ઈજાઓ થતા તાત્કાલિક પણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, નીતિન પટેલને ગાયે અડફેટે લેતા ઢીંચણના ભાગે ઈજા થઈ છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ કડીમાં રખડતી ગાયે એક વિદ્યાર્થીને અડફેટે લેતા તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ભારતમાં આ વર્ષે 15 ઓગસ્ટે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા હાલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેને પગલે આજે કડીમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણા ધારાસભ્ય નીતિન પટેલ આ રેલીમાં જોડાયા હતા. પરંતુ આ રેલી દરમિયાન એક રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જેને પગલે તેમને ઈજાઓ પહોચી હતી. તેથી તેમને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ત્યારે હવે આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમ કે, આ તંત્ર ક્યારે રખડતા ઢોરની સમસ્યાનું નિરકારણ લાવશે?, ઢોરને છોડી મૂકનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી થતી?, તંત્ર નીતિન પટેલ સાથે થયેલી ઘટનાની જવાબદારી લેશે? આ સિવાય હજુ એક મહત્વનો સાવલા એ છે કે, આ જ ગાયે 8 ઓગસ્ટે વિદ્યાર્થીને અડફેટે લીધો હતો, તેમ છતાં પણ તંત્રની આંખ કેમ ન ખુલી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.