પાટનગરની કમાન કોના હાથમાં? આજની સભામાં હોદ્દેદારોના રહસ્ય પરથી પડદો ઊંચકાશે- મેયરની રેસમાં આ નામ સૌથી આગળ

ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar) મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી(BJP)ના હાથે જતાંની સાથે જ હવે મનપાની કમાન ભાજપ કોને સોંપશે તેણે લઈને ચર્ચાઓએ ભારે જોર પકડયું છે. આજે ગાંધીનગર મનપાની સામાન્ય સભા મળવા જઈ રહી છે. જેમાં ગાંધીનગરના નવા મેયરના નામની જાહેરાત થશે. અમે તમને જણાવી દઈએ કે, મેયર પદ માટે SC અનામત સીટ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગાંધીનગર મનપામાં મેયર(Gandhinagar Mayor) તરીકે હાલ બે થી ત્રણ ચહેરાને જોવાઈ રહ્યા છે અને તે છે હિતેશ મકવાણા, ભરત દિક્ષિત અને મહેન્દ્ર પટેલ.

હાલમાં ત્રણ નામો ખુબ જ ચર્ચામાં:
ચુંટણી પૂર્ણ થતાની સાથે જ ગાંધીનગરના મેયર પદના નામોની મોટી મોટી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. સી આર પાટીલ આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી ગઈ મહાનગરપાલિકા અને પંચાયતના પ્રમુખના નામો ચોંકાવનારા સામે આવતા હતા. જોવા જઈએ તો અચાનક જ ભાજપના સામાન્ય કાર્યકર્તાઑને પણ મેયર પદે બેસાડી દેવામાં આવ્યા હતા.

જેમાં અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારનું નામ લઈ શકાય, પરંતુ રાજનીતિમાં કઈ અચાનક નથી હોતું બધા નિર્ણય સમજી વિચારીને લેવામાં આવતા હોય છે. ત્યારે ગાંધીનગરના મેયરના નામ અંગે પણ ચર્ચા થઈ હોવાનું ભાજપના જ સુત્રો દ્વારા જાણકારી મળી રહી છે. જેમાં હાલ તો ગાંધીનગર મહાનગરપાલિકામાં વોર્ડ 8ના હિતેશ મકવાણાનું નામ મેયરના પદ અંગેની રેસમાં આગળ ચાલી રહ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન તરીકે વોર્ડ-10માંથી જીતીને આવેલા મહેન્દ્ર પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આજે મળનારી સામાન્ય સભામાં ગાંધીનગરના મેયરનું નામ નક્કી થઇ જશે.

ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી:
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષમાં પહેલીવાર સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. મહાનાગપાલિકાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 41 બેઠક પર પ્રચંડ વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસને બે અને આમ આદમી પાર્ટીના ફાળે એક બેઠક આવી છે.

ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 46% મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને 28% અને AAPને 21% મત ફાળે ગયા છે. કોંગ્રેસ અને AAPને બન્નેના મતની ટકાવારી ભેગી થાય તો ભાજપના મત કરતા વધુ ટકાવારી થાય છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતોમાં મોટી ઉથલપાથલ કરી હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. ત્યારે આજે મળનારી સામાન્ય બેઠકમાં ગાંધીનગરના નવા મેયરની બપોર સુધીમાં જાહેરાત થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *