ગુજરાતનું શરમજનક શિક્ષણ જગત: શાળામાં છોકરા-છોકરી અડધી મિનીટ કિસ કરતા પકડાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણને શર્મસાર કરનારા કિસ્સાના પડઘા હજુ ઓછા નથી થયા ત્યાં વધુ એક ઘટનાના કારણે શિક્ષણ જગત કલંકિત થયું છે. ગોધરા પાસે આવેલા શેહેરાના મોરવા હડફની શાળાનો શિક્ષણ જગતને શર્મસાર કરે દેતો વીડિઓ સામે આવ્યો છે. જેમાં શાળાના વર્ગ ખંડમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીને લિપ કિસ કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કલાસરૂમમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને લિપ કિસ કરી. બીજા વિદ્યાર્થી સાથે સતત ૩૦ સેકંડ સુધી લીપ કિસ કરવાની શરત રાખી હતી. અને આ સમગ્ર ઘટનાનો વિડીયો વર્ગખંડનો એક વિદ્યાર્થી ઉતારી રહ્યો છે. આવી બેશરમી ભરી હરકતથી વર્ગ ખંડમાં હાજર અન્ય વિદ્યાર્થીનીઓ પણ શરમમાં મુકાયા હતા. વીડિઓ મોરવા હડફની ઘી કે હાઈસ્કૂલનો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

સતત અડધી મિનીટ સુધી ચાલ્યું આ દ્રશ્ય

જો કે હવે શિક્ષણ જગતા આ રીતે લીરેલીરા ઉડી રહ્યા હોય તેવું પ્રથમ વખત નથી બની રહ્યું. અશ્લીલ ચેડા માટે કુખ્યાત બની ગયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હરેશ ઝાલાને તો તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાયા છે. પીએચડી માટે વિદ્યાર્થિની પાસેથી અશ્લિલ માંગની કરનારા લંપટ પ્રોફેસર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી ત્યાં પંચમહાલ જીલ્લામાં  વિદ્યાર્થીઓ જ આ રીતે હરકત કરે તો શિક્ષણ માટે લાંછન રૂપ ઘટના છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ આવી હરકત કરે તો સૌથી મહતવની વાત તો એ છે કે આવું તેમને શીખવાડ્યું કોણે ? કારણ કે ક્લાસના અન્ય કેટલાંક લબરમૂછીયાઓ પણ… હજુ 15 સેકન્ડ થઈ છે. ગોઠવાય ગયું છે….. જેવા શબ્દોનો ઉપયોગ કરી પ્રોત્સાહન તેઓ ને પ્રોત્સાહન આપી રહ્યા હતા. તો અન્ય કેટલાક વિદ્યાર્થીઓ જાહેરમાં થઈ રહેલી આ અશ્લિલ હરકતને રોકવાની જગ્યાએ કે કોઈ શિક્ષકને બોલાવવાની જગ્યાએ ખીખીયારા અને હોહા કરી રહ્યા હતા. પણ આખરે ઓતપ્રોત થઈ ગયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિની વચ્ચેની આ અશ્લીલ લીલા 30 સેકન્ડ સુધી ચાલી હતી અને તેનો વીડિયો પણ હવે વાયરલ થયો છે.

શું કહ્યું આચાર્યએ ?

જે સ્કૂલનો આ વીડિયો વાયરલ થયો છે ત્યાંના આચાર્ય અશ્વિન પટેલે કડક પગલાં લેવાની વાત કરી હતી. તેમણે ભૂતકાળનો ટાંકતા કહ્યું હતું કે, આ શાળા 1995થી ચાલી રહી છે પરંતુ અત્યાર સુધીના ઇતિહાસમાં આવું કંઈ સામે આવ્યું નથી. 23 જાન્યુઆરીએ ધો-12ના ક્લાસમાં રિસેષના સમયે આ ઘટના બની હતી.તેમણે ઘટનાને વખોડી હતી અને કડકમાં કડક પગલાં લેવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીની આ હરકત બાદ તેમના વાલીઓને બોલાવીશું અને રિશેષમાં કરવામાં આવેલા આ કૃત્ય બદલ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.મે સ્ટાફ અને શિક્ષકોને નોટીસ આપીને ખુલાસો માંગ્યો છે. અને જિલ્લા શિક્ષણાધિકારીએ સ્ટાફ અને સુપરવાઇઝરના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *