દાહોદ(ગુજરાત): છેલ્લા કેટલાક દિવસોથી એવા ઘણા કિસ્સા સામે અવાય છે જેમાં તળાવ કે નદી પાસેથી પસાર થતી વખતે અચાનક પાણીમાં ગરકાવ થઇ જતા ઘણા લોકોના મોત નીપજ્યા છે. આ દરમિયના સંજેલી પુષ્પસાગર તળાવમાં રમતા રમતા ઢોરોની સાથે તળાવમાં પડતા ભાઈ બહેનના મોત નીપજ્યા હતા. આ ઘટનાને લઈને પરિવાર સહિત આખે આખા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
જાણવા મળ્યું છે કે, આજે બંન્ને ભાઈ બહેનની સ્મશાન યાત્રા સાથે નીકળતા ગામ આખુ હિબકે ચડયુ હતુ. સંજેલીમાં પુષ્પસાગર તળાવમાં રવિવારના રોજ બપોરના બાર વાગ્યાની આસપાસ રિતેશભાઈ જયંતીલાલ સોની અને તેમની પત્ની તેમજ તેમના બે બાળકો સાથે તળાવ કિનારે આવેલા ખેતરમાં હતા.
આ દરમિયાન બન્ને ભાઈ બહેનો પોતાના પશુઓની પાછળ ફરતા હતા. ત્યારે પશુ તળાવમાં કૂદતાં તેની પાછળ બન્ને ભાઈ-બહેનોએ પણ કૂદકો લગાવી દીધો હતો. થોડી વાર બાદ માતા પિતાને બંને બાળકો જોવા ન મળતાં તેમની શોધખોળ કરી હતી ત્યારે ઢોરો તળાવમાં પાણીમાં હતાં.
આ અંદાજે બાળકો પણ તળાવમાં જ હશે તે રીતે શોધખોળ આદરી હતી. ભારે મહેનત બાદ પુત્રી ધ્રુવતીબેન ઉંમર વર્ષ ૯ અને પુત્ર જયનિશ ઉમર ૭ હતી. બંને ભાઈ-બહેનના મૃતદેહ મળી આવતા માતા પિતા પર જાણે આભ તૂટી પડ્યું હતું. બન્ને ભાઈ બહેનો એક સાથે અર્થી ઉઠતા પરિવાર સહિત ગામમા શોકનું મોજું ફરી વળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.