હાલના સમયમાં એકવાર વ્યક્તિ સાંસદ કે ધારાસભ્ય બને તો પોતાના પરિવાર અને સગા સંબંધીઓને પણ માલામાલ કરી દેતો હોય છે, જ્યારે યોગી આદિત્યનાથ ત્યાગ અને ઈમાનદારીની મિસાલ છે. તેઓ લાલચું ધારાસભ્યો અને સાંસદો ને અરીસો બતાવી રહ્યા છે. યોગી આદિત્યનાથ ની ત્રણ બહેનોમાં સૌથી નાની બહેન શશી ઋષિકેશથી લગભગ ૩૦ કિલોમીટર દૂર આવેલા જંગલોમાં ઝૂંપડી બનાવીને દુકાન પર ચા વેચે છે.
યોગી આદિત્યનાથ ની બહેન નીલકંઠ મંદિરની ઉપર પાર્વતી મંદિર પાસે પ્રસાદ, ફૂલ માળા અને બિસ્કીટ વેચીને પોતાના પરિવારનું પેટીયું પાડે છે. આમ તો યોગી આદિત્યનાથ ની બે બહેનો સારા એવા ઘરે છે પરંતુ શશીને જ થોડી તકલીફ છે.
બહેનનું કહેવું છે કે આજથી ૨૭ વર્ષ પહેલા જ્યારે યોગી આદિત્યનાથ પોતાના પરિવાર સાથે ઉત્તરાખંડના પંચુર ગામે રહેતા હતા ત્યારે આખો પરિવાર દરેક તહેવાર સાથે મળીને ઉજવતો.
યોગી કહેતા હતા કે કમાઈશ તો ગિફ્ટ આપીશ
યોગીના બહેન શશીનું કહેવું છે કે નાનપણમાં રક્ષાબંધનના તહેવારના દિવસે તે પોતાના ચારે ભાઈને સામે બેસાડીને રાખડી બાંધતી હતી અને ઉપહાર ના નામે યોગી આદિત્યનાથ તેમને કહેતા કે હજી તો હું કંઈ નથી કમાતો, પરંતુ જ્યારે મોટો થઈ જઈશ ત્યારે તને ઘણા બધા ઉપહાર આપીશ. નાનપણમાં યોગી આદિત્યનાથ પોતાના પિતા પાસેથી પૈસા માંગીને પોતાની ત્રણેય બહેનોને આપતા. બહેનનું કહેવું છે કે પિતા પાસેથી પૈસા આપ્યા બાદ પિતા જ્યારે ઘરની બહાર જતા ત્યારે યોગી આદિત્યનાથ બહેન પાસેથી પૈસા પાછા માગી લેતા.
આજના યોગી આદિત્યનાથ ૨૭ વર્ષ પહેલા અજય બિસ્ત ના નામે ઓળખાતા
આ એ સમય હતો કે જ્યારે યોગી આદિત્યનાથ પોતાનું ઘર છોડીને ગોરખપુર આવ્યા હતા. બહેનનું કહેવું છે કે આ ઘટના બાદ તે ક્યારેય યોગીને નથી મળી. તે સમયથી જ બહેનના મનમાં ભાઈને રાખડી બાંધવાનો સૌભાગ્ય નથી મળ્યું તેનું દુઃખ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.