વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, મનુષ્યના શરીરમાં 206 જાતના અલગ અલગ હાડકા હોય છે. આ હાડકાને મજબુત રાખવા ખુબ જ જરૂરી છે. જો હાડકા મજબુત નહિ રહે તો બિસ્કિટની જેમ તૂટતા વાર નહીં લાગે. ઘણી વાર હાડકાના સાંધામાંથી કટ કટ અવાજ પણ આવતા હોય છે. આ અવાજ કોઈ બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. સાંધાનો દુખાવો અને કટ કટ અવાજ બંધ કરવો હોય તો તમે તમારા ડાયટમાં કેટલાક ફેરફાર કરી શકો છો.
સાંધાનો દુખાવો તેમજ કટ કટ અવાજ આવે છે તો તમે તમારા ડાયટમાં કેટલાક ફેરફાર કરીને તેનું કાયમી નિરાકરણ લાવી શકો છો. જો તમે અત્યારથી જ નહીં ચેતો તો લાંબા ગાળે મોટુ નુકસાન થઈ શકે છે. જો તમારા સાંધામાંથી કટ કટ અવાજ આવે છે તો સતર્ક થઈ જજો. આ અવાજ કોઈ બિમારી સંકેત પણ હોઈ શકે છે.
આ અવાજ એવા સાંધામાંથી આવતો હોય છે જ્યાં એક સાથે બે કે ત્રણ હાડકા જોડાયેલા હોય છે. આ હાડકા એક મજબૂત કાર્ટિલેજથી કવર થયેલા હોય છે. જેના કારણે તે અથડાયા વગર સરળતાથી મૂવમેન્ટ કરે છે. ઓસ્ટિયોઆર્થરાઈટિસ આ સાંધા પર ચઢેલી કાર્ટિલેજની પરતને નબળી કરે છે. જેની સીધી અસર સાંધાની સપાટી પર પડે છે અને કોઈક મૂવમેન્ટ થવા પર કટ કટ અવાજ આવે છે.
જો તમને પણ આવું થતું હોય તો તમારે ડોકટરનો સંપર્ક કરવાની જરૂર છે. પરંતુ આની સાથે તમારે તમારા ડાયટમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. આમ કરવાથી તમે કેટલીક તકલીફોમાં રાહત મળશે. ચાલો આજે તમને જણાવીએ કે, કઈ કઈ વસ્તુઓનો ડાયેટમાં સમાવેશ કરવાથી તમારા હાડકા મજબુત થશે અને ઘણી તકલીફોમાં પણ રાહત મળશે.
મેથીદાણા પલાળીઓની ખાઓ
રોજ સવારે પલાળેલા મેથીદાણા ખાવાથી હાડકાને ફાયદો થાય છે. આના માટે તમારે રાતે અડધી ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી દેવા. સવારે આ મેથીદાણાને ચાવીને ખાવા. અને જે પાણીમાં મેથીદાણાને પલાળ્યા હતા તે પાણી પણ પી જવું. તમારે આ પ્રક્રિયા રોજ કરવી જોઈએ. આનાથી સાંધામાંથી અવાજ આવાનો પણ બંધ થઈ જશે અને દુ:ખાવો પણ નહી રહે.
રોજ દૂધ પીવુ
આ ઉપરાંત તમારે દરરોજ એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. દૂધમાં કેલ્શિયમ, પ્રોટિન, વિટામિન્સ, પોટેશિયમ અને ફોસફરસ જેવા તત્વો હોય છે. જે હાડકા માટે ખુબ જ ફાયદાકરક હોય છે. માટે દૂધનું નિયમિત સેવન કરવાથી સાંધામાંથી આવતો અવાજ ઓછો થઈ જાય છે. અને હાડકા પણ મજબૂત થાય છે.
ગોળ અને પલાળેલા ચણા ખાઓ
હાડકાને મજબૂત કરવા માટે તમારે દરરોજ ગોળ અને પલાળેલા ચણા ખાવા જોઈએ. ચણામાં કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટિન, વિટામિન્સ અને આયર્ન મોટી માત્રામાં મળે છે જે હાડકા માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.