ચાઈનાના દૂતાવાસના અધિકારીઓએ જણાવતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 જૂનના રોજ પ્રધાનોને આપેલ ભાષણ અને ભારતના લદ્દાખની સરહદ પર તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે બે ચાઈનાની સોશિયલ મીડિયા સાઇટ્સને આપેલા નિવેદનો કાઢી નાખવામાં આવ્યા છે. ગયા સોમવારે ગાલવાન ખીણમાં બંને સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. જેના કારણે દરેક ભારતીયોમાં રોશની લાગણી ઉભી થઇ છે.
ભારતીય સૈનિકોની શહાદત મામલે પ્રધાનમંત્રી મોદીએ 18 જૂનના નિવેદનને “વીચાટ” પરથી દૂર કરી દીધું છે. એ પોસ્ટમાં જણાવાયું છે કે લેખકે તેમની ટિપ્પણી દૂર કરી છે, પરંતુ ચાઈનાના દૂતાવાસી અધિકારીઓ જણાવતા કહે છે કે તેમણે નિવેદન હટાવ્યું નથી. આ સાથે જ ભારતીય દૂતાવાસના અધિકારીઓએ કહ્યું છે કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવનું નિવેદન દૂતાવાસના સીના વેઇબો ખાતામાંથી હટાવી દેવામાં આવ્યું છે. ત્યારબાદ ભારતીય અધિકારીઓએ શ્રીવાસ્તવના નિવેદનના સ્ક્રીનશોટ ફરીથી પોસ્ટ કર્યા. અને સોસીયલ મીડિયામાં ફરતા કર્યા હતા.
“સીના વેઇબો” ચીનમાં ટ્વિટરની જેમ છે કામ કરે છે અને તેમાં લાખો લોકો ઓનલાઈન રહે છે અને જોતા રહે છે. આ સાઇટ પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓએ ચીનના લોકોનો સંપર્ક કરવા આમાં એકાઉન્ટ બનાવ્યા છે. શ્રીવાસ્તવનું નિવેદન પણ વીચેટ ખાતામાંથી કાઢી નાખ્યું છે અને તેને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. પોતાના નિવેદનમાં શ્રીવાસ્તવે ચીનને તેના વતી કાર્ય કરવા કહ્યું અને તેને બદલવાનો નિર્ણય ન લીધો.
પ્રધાનમંત્રી મોદીએ જણાવતા કહ્યું હતું કે ગાલવાનમાં શહીદ થયેલા સૈનિકોની શહાદત ખાલી નહીં થાય અને કહ્યું હતું કે ભારત શાંતિ ઇચ્છે છે. પણ જ્યારે ઉશ્કેરવામાં આવે ત્યારે તેનો જવાબ કેવી રીતે આપવો તે પણ જાણે છે. ભારતીય દૂતાવાસના વેઇબો અને વીચેટ બંને પર હજારો અનુયાયીઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news