ગાંધીનગર(ગુજરાત): ગાંધીનગર(Gandhinagar)માં રખડતી ગાયોની વચ્ચે હવે રખડતાં કૂતરાઓ(Stray dogs)નો આતંક પણ જોવા મળ્યો છે. આજે સેકટર-7માં વહેલી સવારે રખડતા કૂતરાએ દૂધ લેવા ગયેલા વૃદ્ધા પર હિંસક હૂમલો(Violent attack on the elderly) કરીને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. ત્યારબાદ કૂતરાએ અન્ય આઠ વ્યક્તિઓને પણ બચકા ભરીને ઈજાગ્રસ્ત કર્યા હતા. જેને કારણે નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં ભાદરવા મહિનામાં રખડતી ગાયો તેમજ કૂતરાનો ત્રાસમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી રખડતી ગાયોથી નાગરિકો ત્રાસી ગયા હતા. ત્યારે હવે રખડતા કૂતરાઓ પણ હિંસક બનતા સેકટર-7માં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગાંધીનગરના સેકટર – 7/બી ખાતે રહેતા વૃદ્ધ સવિતાબેન રામી દરરોજની જેમ આજે પણ વહેલી સવારે દૂધ લેવા માટે નજીકના કેન્દ્ર પર જી રહ્યા હતા. તે દરમિયાન એક હડકાયું કૂતરું અચાનક તેમની નજીક દોડીને આવ્યું હતું. સવિતાબેન હજુ કઈ સમજે તે પહેલાં જ કૂતરાએ તેમને બચકા ભરવાનું ચાલુ કર્યુ હતું.
હિંસક બનેલાં કૂતરાએ સવિતાબેનને જમીન પર પાડી દીધા હતા. ત્યારબાદ ફરીથી તેમને આડેધડ બચકા ભરવાનું શરૂ કર્યું હતું. થોડાક જ સમયમાં હાથે બચકું ભરે તો સવિતા હાથ બચાવતા ત્યારે કૂતરું મોઢાના ભાગે બચકું ભરતું હતું. આખરે કૂતરાંની ચુંગલમાંથી છૂટવાનાં તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં તેને ચીસો પડવાની શરુ કરી દીધી હતી. મહિલાનો અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ ત્યાં આવી પહોચ્યા હતા. ત્યારબાદ મહા મહેનતે કૂતરાના સકંજામાંથી સવિતાબેનને છુટકારો મળ્યો હતો.
તે દરમિયાન તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના ડોકટરે સારવાર કરી ટાંકા પણ લીધા હતા. વધુમાં તબીબે જણાવ્યું હતું કે, સવિતાબેનને પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે. બીજી તરફ હડકાયા કૂતરાએ અહીયાના અન્ય વિસ્તારમા બીજા આઠ લોકોને પણ બચકા ભરીને ઈજાગ્રસ્ત કર્યા હતા. જેનાં લીધે સેકટર-7 વિસ્તારમાં વસાહતીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.