GST આવ્યા બાદ સુરત ના કાપડ ઉદ્યોગ ને લાગ્યું ગ્રહણ….

સુરતમા રોજેરોજ સાડા ચાર લાખ મીટર કાપડ તૈયાર થતુ હતુ. જો કે જીએસટી આવ્યા બાદ આ વેપાર ધંધાને પનોતી લાગી ગઇ હોય તેવુ લાગી રહ્યુ…

સુરતમા રોજેરોજ સાડા ચાર લાખ મીટર કાપડ તૈયાર થતુ હતુ. જો કે જીએસટી આવ્યા બાદ આ વેપાર ધંધાને પનોતી લાગી ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. આ વર્ષની વાત કરીએ તો વેપારીઓ માટે નિરાશાજનક રહ્યુ છે. ઉત્તરાયણ, પોંગલ, ઓણમ, રક્ષાબંધન, લગ્નસરા સહિતની તમામ સિઝનો વેપારીઓ માટે કોઇના કોઇ કારણોસર નિરાશાજનક રહી છે. વેપારીઓને આશા હતી કે આ પર્વમા તેઓ સારી એવી કમાણી કરી લેશે. જો કે આ તમામ પર્વમા ફકત વેપારીઓને નિરાશા જ હાથે લાગી હતી. આ વચ્ચે દિવાળીને લઇ વેપારીઓમા  ખુશીનો માહોલ હતો , જો કે વૈશ્વિક સ્તરે ચાલી રહેલી મંદીની અસર અહી પણ જોવા મળી હતી. દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજી જોઇએ એવી ઘરાકી બજારમા નહિ નીકળતા વેપારીઓમા નિરાશા જોવા મળી  રહી છે. જીએસટી પહેલા અને બાદમા આકંડા વિશે વાત કરીએ તો

જીએસટી પહેલા દિવાળીના પર્વ દરમિયાન 1200 કરોડ અને દરરોજની 450 જેટલી ટ્રક ભરીને માલ જતો હતો. જો કે જીએસટી લાગ્યા બાદ આ વેપાર ધંધો સતત ઘટયો હતો. 1200 કરોડનો બિઝનેશ સિધો 900 કરોડ પર આવી ગયો હતો. અને પાછલા વર્ષની દિવાળીએ 900 કરોડનો બિઝનેશ ઘટી 600 કરોડ પર આવી પહોંચ્યો હતો. આ વર્ષની વાત કરીએ વેપાર ધંધો 30 ટકા ઘટીને સીધો 4200 કરોડ આસપાસ રહેશે તેવી શકયતા વ્યકત કરવામા આવી રહી છે.

થોડા સમય પહેલા જ માર્કેટમા એક નિયમ લાગુ કરવામા આવ્યો હતો કે વેચાણ કરેલા માલના નાણા 60 દિવસમા આપવાના રહેશે અને જો લેટ પેમેન્ટ થશે તો અલગથી ચાર્જ કરવામા આવશે. જો કે હાલ માર્કેટની એવી પરિસ્થિતિ છે કે વેપારીઓ આ નિયમને નેવે મુકીને વેપારીઓને આમ જ માલ આપી રહ્યા છે. વેપારીઓએ દિવાળીના પર્વને લઇને માલનો ભરાવો કરી દીધો હતો , આ માલનો નિકાલ કોઇ પણ ભોગે કરવા માટે વેપારીઓ કોઇ પણ શરત વગર માલ મોકલી રહ્યા છે.હાલ મા જે વેચાણ કરી રહ્યા છે તે માલનુ પેમેન્ટ તેઓને દિવાળી બાદ મળશે. જેથી તેઓનો દિવાળીનો પર્વ એકદમ ફિક્કો જશે.

હાલ તો વેપારીઓ એક જ આશ લઇને બેઠા છે કે આ ગંભીર બાબતમા કેન્દ્ર સરકાર રસ લે અને કાપડ ઉઘોગ માટે નવી સ્કીમ અમલમા આવે. જો આ જ રીતને પરિસ્થિતિ રહેશે તો આગામી દિવસમા કાપડ ઉઘોગ બિસ્માર હાલતમા જોવા મળશે તેમા કોઇ બે મત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *