મોટા અને ભયાનક પ્રાણીઓ પણ વાઘથી ડરે છે, તો દોઢ પાંસળીવાળા કૂતરાની શું ઔકાત… પરંતુ જરા વિચારો કે જો કોઈ શ્વાન તેનાથી ૧૦ ગણા મોટા વાઘ સામે જાય તો પરિણામ શું આવશે? હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં આંખના પલકારામાં કંઈક આવું જ થયું, થોડી જ સેકન્ડોમાં વાઘે પોતાનો શિકાર શ્વાનને પકડી લીધો. વાઘ અને કૂતરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેને અલગ-અલગ પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવ્યો છે.
This happened in RTR.
Such things are always fatal for intruders & risky for Tigers too.
Credits in video.#Tigers@susantananda3 @dharamveerifs @iaspremprakash pic.twitter.com/AXnW05KfFg— WildLense® Eco Foundation ?? (@WildLense_India) June 30, 2022
વાઘને ચીડવવું શ્વાનને ભારે પડ્યું
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વાઘ ઝાડ નીચે ચુપચાપ આરામ કરી રહ્યો છે. પછી અચાનક એક કૂતરો તેની પાસેથી એવી રીતે બહાર નીકળે છે જાણે તે કોઈ વાઘ નહીં, પરંતુ ગાય હોય. વાત અહીં પુરી નથી થતી, જ્યારે ટાઈગર તેની ઊંઘમાંથી જાગી જાય છે, ત્યાંથી ભાગવાને બદલે કૂતરો વાઘ પર ભસવા લાગે છે. સામે વાઘ ઉભો છે, છતાં આ શ્વાન પાછું પડવાનું નામ નથી લેતો. ગણતરીની સેકંડોમાં વાઘ કુતરાને જડબામાં લઇ પતાવી દે છે, અને અંદર જંગલમાં લઇ ને જતો રહે છે.
આ વીડિયો રાજસ્થાનના રણથંભોર ટાઈગર રિઝર્વ (RTR)નો છે. આ વીડિયોને 64 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને યુઝર્સ ભાત ભાતની કોમેન્ટ કરી રહ્યા છે. આ વિડીયો હાલ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતો થયો છે. અત્યાર સુધીમાં આ વિડીયો લાખો લોકોએ જોઈ લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.