કોરોનાને હરાવવા દેશના ખૂણે ખૂણેથી લોકો દાન ભેગું કરી કોરોના સારવામાં ઘટતા સાધનો પુરા પાડવા પૂરતા પ્રયાસો કરી રહ્યા છે, જેના કારણે કોઈ દર્દી અસુવિધાથી મોતને ના ભેટે. હાલ ગુજરાતમાં દરેક શહેરો સહીત તાલુકા અને ગામડાઓમાં ઓક્સીજન સહિતના આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા સમાજના આગેવાનો અને સેવા સંસ્થાઓ દ્વારા ઉભા કરવામાં આવી રહ્યા છે અને વધુમાં વધુ લોકોને કોરોના સામે લડવા માટે પુરતી સારવાર અને પુરતું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
જયારે દેશ વિદેશથી લોકો ભારતમાં કોરોના સામે લડવા દાન આપી રહ્યા છે, ત્યારે વર્ષોથી અમેરીકામ રહેતી બે પટેલ દીકરીઓએ પોતાના વતનમાં મદદ પહોચાડીને માનવતા અને એક સાચા દેશવાસીનું કર્તવ્ય નિભાવ્યું છે. “દીકરી તો બે કુળ તારે, માવતરની સાચી મૂડી દીકરી” આ દરેક વાક્યો આજ સુધી સાંભળતા હતા પણ આજે આ જ વાક્યોને નીરખવા અને પ્રત્યક્ષ જોવાનો પણ અવસર મળ્યો છે. સાત સમુદ્ર પાર રહેતી ગુજરાતની બે પટેલ દીકરીઓએ પોતાના વતનમાં દાનનો ધોધ વહાવી દેતા માનવતા મહેકી ઉઠી છે.
અમેરિકામાં રહેતી ડોક્ટર પૂજા અને અનીશાબેને તેમના લગ્નમાં મોટો કાપ મુકીને ૧૫ હાજર ડોલર (અંદાજે 11,25,000 રૂપિયા) રકમનું માતબર દાન કોરોના મહામારીમાં પોતાના વતનની RMS હોસ્પિટલને કોરોના દર્દીઓની સેવા માટે મોકલ્યું છે. ધંધુકા તાલુકાના નાવડા ગામના મોણપરા પરિવારના ઘણા સભ્યો વપાર ધંધા અર્થે અમેરિકા સ્થિત થયા છે. તેમના જ એક ભરતભાઈ મોણપરાની દીકરી અમેરિકામાં જ જન્મી હતી અને ત્યાં જ ડોક્ટર બનીને સેવા આપી રહી છે. ડો. પૂજા ભરતભાઈ મોણપરાના લગ્ન અમેરિકા ખાતે જ થયા હતા. હાલના સમયમાં કોરોના મહામારીએ ગુજરાતમાં ઠેર ઠેર જે તબાહી મચાવી છે ત્યારે પોતાના લગ્નના ખર્ચમાં કાપ મુકીને આ દીકરીએ બચાવેલા ૧૦ હાજર ડોલરની રકમ RMS હોસ્પિટલમાં આપી હતી.
કોરોનાથી પીડાતા દરેક લોકોની સારવાર થાય એ અર્થે દાન મોકલાવી માનવતા મહેકાવી હતી. આ સાથે સાથે જ જાળીલા ગામના જગદીશભાઈ સુતરીયાની દીકરી અનીશાબેને પણ માનવતા મહેકાવી પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે. અનીશાબેનના લગ્ન ઓઅબ અમેરિકામાં જ થયા હતા. અનીષાબેને પણ પોતાના લગ્નના ખર્ચમાં કાપ મુકીને ૫ હાજર ડોલરનું દાન દર્દીઓના સારવાર અર્થે પોતાના વતન મોકલ્યું હતું. અંદાજે 3,75,000 રૂપિયાનું દાન અનીશાબેને ધંધુકાની RMS હોસ્પિટલને કર્યું હતું.
આમ બંને દીકરીઓએ અમેરિકા હોવાછતાં જ્યારે દેશ કેટ-કેટલા સંકટોનો સામનો કરી રહ્યો છે ત્યારે દેશની અને પોતાના વતનવાસીઓની ચિંતા કરીને પોતાના ખર્ચમાં કાપ મુકીને આ બંને દીકરીઓએ સહાય કરી માનવતા મહેકાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.