કોરોના મામલે મોડી કાર્યવાહી કરવાને લઈ અમેરિકાએ ચીન વિરૂદ્ધ દાવો માંડ્યો છે. અમેરિકાના કહેવા પ્રમાણે વાયરસ મામલે ચીનની આ નીતિના કારણે લગભગ તમામ દેશોએ વૈશ્વિક મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં વાયરસે વિશ્વમાં 1.7 લાખથી વધારે લોકોનો ભોગ લીધો છે.
ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ મિજૂરી રાજ્યના એટર્ની જનરલ એરિક સ્કમિટે જિલ્લા અદાલતમાં ચીનની સરકાર, સત્તામાં બેઠેલી કમ્યુનિસ્ટ પાર્ટી તથા અન્ય ચીની અધિકારીઓ અને સંસ્થાઓ વિરૂદ્ધ દાવો માંડ્યો છે. ચીન પર મહામારીની શરૂઆતમાં પોતાની જનતાને અંધારામાં રાખવાનો, મહત્વની જાણકારીઓ છુપાવવાનો, માહિતી આપનારાઓની ધરપકડ કરવાનો, પુરાવા હોવા છતા સંક્રમણની વાત ગુપ્ત રાખવાનો, મેડિકલ સંશોધનો નષ્ટ કરવાનો, લાખો લોકોને વાયરસનો ભોગ બનાવવાનો અને જરૂરી પીપીઈ કીટનો સંગ્ર કરવાનો આરોપ લગાવાયો છે.
એરિકે મિસૌરીમાં વાયરસના કારણે જે સ્થિતિ સર્જાઈ તેના માટે ચીનને જવાબદાર ગણાવ્યું હતું અને જવાબની માંગણી કરી હતી. સીનેટ સિલેક્ટ કમિટિના સદસ્ય સેનેટર બેને આ દાવાનું સ્વાગત કર્યું હતું અને ચીન સરકાર પર સાયન્ટિફિક ડેટા ગુપ્ત રાખવાનો આરોપ લગાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે અમેરિકા આ વાયરસ પર કાબુ મેળવી લેશે ત્યાર બાદ ચીનની ભ્રષ્ટાચારી સરકાર પાસેથી જવાબ લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news